Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી સ્કૂટરમાંથી ખુરશી, ચાની કિટલીમાંથી લાઈટ બનાવી

પ્રોપર્ટી એકસ્પો અંતર્ગત INIFD તેના વિદ્યાર્થીઓને આપશે સ્ટાર્ટઅપ

રાજકોટ,તા.૫: ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન તથા ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનર્સ- સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત ''પ્રોપર્ટી એકસપો અને શોકેશ - ૨૦૧૯'' INIFD દ્વારા તેના ઈન્ટીરિયર ડિઝાઈનના વિદ્યાર્થીઓની કારકિર્દીને સ્ટાર્ટઅપ અપાયું. આ એકસપોમાં ઈન્ટીરિયર ડિઝાઈનના વિદ્યાર્થીઓએ જાતે ડિઝાઈન કરેલ અનોખા અને અદ્ભૂત ડિઝાઈનર ફર્નિચર રજુ કર્યા.આ અંગે INIFD રાજકોટના સેન્ટર ડિરેકટર શ્રી નૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં ફકત ઈન્ટીરીયર ડિઝાઈન ક્ષેત્રે વિદ્યાર્થીઓ તૈયાર કરતી આ એકમાત્ર સંસ્થા છે. હાલ ઈન્ટીરીયર ડિઝાઈન ક્ષેત્રે કારકિર્દીની વિશાળ તકો છે. આજે લોકો પોતાની ઓફિસ, એપાર્ટમેન્ટ્સ, મોલ્સ, હોટલ્સ, રેસીડેન્સને ઈન્ટીરીયર કરવા વધુ જાગૃત બન્યા છે.INIFDના ૧૫૦માંથી પસંદ થયેલા શ્રેષ્ઠ ૧૦ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા અલભ્ય ડિઝાઈનર ફર્નિચર રજુ થયા છે. જેમાં વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કર્યો છે જેમકે સ્કૂટરમાંથી ખુરશી, ચાની કિટલીમાંથી લાઈટ ઉપરાંત ટીપોઈ, કોર્નર ટેબલ, બુક સેલ્ફ જેવા ફર્નિચર અકલ્પનિય ડિઝાઈન કરી રજુ કર્યા છે. વિદ્યાર્થીઓને કારકિર્દીની સાથે કમાણી થઈ શકે તેને એક નવી દિશા મળે તેવા ઉમદા આશયે સ્ટોલ રાખવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.(૩૦.૮)

(3:27 pm IST)