Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સન ફલાવર બ્રોકીંગના ઉપક્રમે કોમોડીટી ડેરીવેટીવ્ઝ અંગે અવેરનેશ પ્રોગ્રામ યોજાયોઃ એગ્રી કોમોડીટીમાં ભરપૂર વળતર તક હોવાનો સૂર

સરકાર ગમે તેની આવે ૨૦૩૫ સુધી ભારતનો વિકાસ કોઈ અટકાવી નહિ શકે

સન ફલાવર બ્રોકીંગના ઉપક્રમે યોજાયેલા સેમીનારની તસ્વીર. ઈન્સેટ તસ્વીરમાં વિજયભાઈ પોપટ અને દેવાંગભાઈ નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૫ :. અત્રેની સન ફલાવર બ્રોકીંગના ઉપક્રમે આજે કોમોડીટીઝ ડેરીવેટીવ્ઝ અંગે અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રોકરો અને ઈન્વેસ્ટરોએ ભાગ લીધો હતો. જેમાં વકતાઓ દેવાંગભાઈ, વિજયભાઈ પોપટ અને કુશ ઘોડાસરાએ જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં એગ્રી કોમોડીટી તરફ જો ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ભરપૂર વળતરની તકો રહેલી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં કોઈપણ પક્ષની સરકાર આવે ભારતનો વિકાસ કોઈ અટકાવી શકવાનુ નથી. તેઓએ જણાવ્યુ હતુ કે, બીજા દેશનો ગ્રોથ ન થાય તેટલો ગ્રોથ ભારતનો થવાનો છે.

વકતાઓએ જણાવ્યુ હતુ કે, કોઈપણ કોમોડીટીમાં ધ્યાન કેન્દ્રીત કરતા પહેલા આપણે તેનો રીસર્ચ કરવો જોઈએ અને સ્ટોપલોસ રાખવો જોઈએ. તેઓએ જણાવ્યુ હતુ કે આપણે કોઈપણ ચીજવસ્તુ ખરીદતી વખતે પણ બજારમાં રીસર્ચ કરતા હોઈએ છીએ તો આપણા વ્યવસાયમાં પણ ઉંડો અભ્યાસ કરવો જરૂરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, વ્યવસાયો અને ઈન્વેસ્ટરો કોઈપણ બાબતનો ઉંડો અભ્યાસ કરીને ઝંપલાવે તે માટે જ આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમાં વકતાઓએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં કોપર અને કોટન ક્ષેત્રે પણ ભરપૂર તકો રહેલી છે, કારણ કે આગામી વર્ષોમાં ક્રુડનો વપરાશ ઓછો થવાનો છે અને ઈલેકટ્રીકનો વપરાશ વધવાનો છે તેથી કોપરની ડીમાન્ડ વધશે અને જો તેમાં રોકાણ કરવામાં આવે તો ફાયદો થવાનો છે. તેઓએ એમ પણ ઉમેર્યુ હતુ કે કપડાની જરૂરીયાત કદી ઘટવાની નથી. પહેલા લોકો પ્રસંગોપાત જ કપડા લેતા હતા પરંતુ હવે વારંવાર લોકો કપડા ખરીદતા હોય છે તેથી કોટનની ડીમાન્ડ પણ ઘટવાની નથી. કોટનમાં પણ સારી તકો રહેવાની છે.

સન ફલાવર બ્રોકીંગ ઈકવીટી, કોમોડીટી, ડીપોઝીટરી અને કરન્સી ક્ષેત્રે કાર્યરત છે અને તેના સંચાલક વિજયભાઈ પોપટ છેલ્લા ૨૫ વર્ષથી આ ક્ષેત્રમાં અભ્યાસુ છે અને જો કોઈ તેમની પાસે કોઈપણ બાબતમા ઈન્વેસ્ટ કરવા માટે જશે તો તેને કદી મળ્યુ ન હોય તેવુ માર્ગદર્શન મળશે તેવુ પણ આ સેમીનારમાં જણાવવામાં આવ્યુ હતું.(૨-૧૪)

 

(3:24 pm IST)