Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

હિન્દુ હી આગે ... તોગડિયાની એ.એચ.પી.માં સભ્ય નોંધણીઃ જોડાવા માટે અપીલ

રાજકોટ તા. ૫: ''હિન્દુ હી આગે'' નાં ધ્યેય સૂત્ર સાથે ડો. પ્રવિણ તોગડીયાનાં નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતમાં હાલમાં સદસ્ય નોંધણી અભિયાન સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લા-તાલુકા-કેન્દ્રો-શહેરી વિસ્તારોમાં ચાલી રહ્યું છે. જેમાં સાચા, સારા વ્યકિતનો ખુબ સારો સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. દરેક જિલ્લા કેન્દ્રો પર સ્થાનિક પદાધિકારીઓ-કાર્યકર્તાઓ આ અભિયાન લઇને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં-મિટીંગો કરી-ઘેર ઘેર ફરી તેમજ વેપારી વર્ગને અને સામાન્ય માણસ સુધી આ અભિયાનમાં જોડાઇ સદ્દસ્ય બની રહ્યાં છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં અધ્યક્ષ ડો. ગોવિંદભાઇ ગજેરા, મહામંત્રી બકુલભાઇ ખાખી મંત્રી જયંતિભાઇ પટેલ, નિર્મળસિંહ ખુમાણ, શશીકાંતભાઇ પટેલ, જયસુખભાઇ બુટાણી, જગદિશભાઇ વડોદરીયાની સંયુકતયાદીમાં હિન્દુ સમાજને ''હિન્દુ હી આગે'' નાં ભગીરથ કાર્યમાં જોડાવા આહ્વાન કરેલ છે.

(3:20 pm IST)