Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રાજકોટ - ગુજરાતના ૧ લાખ મધ્યાહન ભોજન કર્મચારીઓ ૮મીએ કેન્દ્રો બંધ કરી ગાંધીનગરમાં ધરણા - ઉપવાસ કરશે

૨૮ વર્ષથી ન્યાય મળ્યો નથી : સંચાલકો - રસોઇયા - મદદનીશો દ્વારા આંદોલનનો પ્રારંભ

રાજકોટ તા. ૫ : મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને છેલ્લા ૨૮-૨૮ વર્ષથી ન્યાય નહીં મળતાં તા. ૮ના ઉપવાસ-આંદોલન કરાશે. રાજય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાની યાદીમાં જણાવાયા મુજબ મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીઓ જેવા કે સંચાલક, રસોઇયા અને મદદનીશો સામાન્ય વેતનમાં છેલ્લા ૩૪ વર્ષથી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. નજીવા વેતનથી કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ બને છે.ઙ્ગ

પગારધોરણ, લઘુતમ ધોરણ આપી કાયમી કરવા માટે હાઇકોર્ટના ચુકાદાનો અમલ પણ રાજય સરકારે કર્યો નથી. આ અંગે મુખ્ય માગણી રજૂ કરતાં જણાવ્યું કે, પગાર ધોરણ ,લઘુતમ વેતન, કાયમી કરવા, એન.જી.ઓ. દાખલ નહીં કરવા, જે જિલ્લાઓમાં એન.જી.ઓ. દાખલ કરેલી છે તે રદ કરી છૂટા થયેલા તમામ કર્મચારીઓને પોતાનાં મૂળ કેન્દ્ર પર પુનઃ નિમણૂક આપવા, તાજેતરમાં મધ્યાહન ભોજન યોજનામાં નવા મેનુ તેમજ અલાયદો નાસ્તો આપવાનો જી.આર. રદ કરવા માંગ કરી હતી. જો માંગ નહીં સંતોષાય તો ગાંધીચીંધ્યા માર્ગેશાંત અને અહિંસક આંદોલનના ભાગરૂપે મંગળવારે ઉપવાસી છાવણી સેકટર-૬ ગાંધીનગર ખાતે પ્રતીક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ યોજાશે.

આ દિવસે સમગ્ર ગુજરાતના એક લાખ કર્મચારીઓ પોતપોતાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો બંધ કરીને જોડાશે અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે તેવુંઙ્ગ યાદીમાં જણાવાયું હતું.(૨૧.૧૧)

(11:43 am IST)