Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

દેશી તમંચા સાથે પકડાયેલ આરોપીને થયેલ ત્રણ વર્ષની સજાનો હુકમ રદઃ અપીલમાં નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. પઃ રાજકોટ-જામનગર રોડ ઉપર રહેતા ભરત નરભેરામભાઇ કોટક તા. ૬-૯-૧૯૯૩ના રોજ ગોપાલનગર મેઇન રોડ ઉપરથી નીકળેલ ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. કે. જે. ગોહેલ, લખધીરસીંહ મનુભા, નિર્મળસીંહ ઝાલા વગેરે નીકળેલ ત્યારે હકીકત મળેલ કે ભરતભાઇ હથીયાર લઇને નીકળવાના છે તે બાતમીના આધારે ભરતભાઇને દેશી તમંચા સાથે પકડી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ જે કેઇસ ચાલી જતાં એડી. ચીફ જયુ. મેજી. વી. રાજપુત મેડમે આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા પ૦૦૦ રૂ. દંડ કરેલ જેથી આરોપીએ હુકમથી નારાજ થઇ અપીલ દાખલ કરેલ જે ચાલી જતાં એડી. એડીશ્નલ શ્રી વિનોદ વી. પરમારે ભરતભાઇની અપીલ મંજુર કરી અને નીચેની અદાલતનો સજથાનો હુકમ રદ કરેલ હતો અને આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કામમાં ફરીયાદી, સાહેદો, પંચો, ત.ક. અધીકારી વી. વી. ગોહેલ સાહેબ તમામ પુરાવાનું અપીલ દરમ્યાન મુલ્યાંકન કરેલ હતું તેમજ ટ્રાયલ કોર્ટનૂં રેકર્ડ તકરારી હુકમ લક્ષ્યમાં લીધો. કલમ ૩૯ મુજબ મંજુરી લીધી ન હતી તે ધ્યાને લીધે ફાયર આમ્સ ચાલુ હાલતમાં હતું કે નહિં તે પુરાવો રેકર્ડ પર આવેલ ન હોવાનું તથા નીચેની કોર્ટનો ચુકાદો ભૂલ ભરેલો હોય જુદા જુદા ચુકાદાના સીધ્ધાંતો દલીલો ધ્યાને લઇ પ્રીન્સીપલ ઓફ લો વિરૂધ્ધનો ચુકાદો હોય વ્યાજબી શંકા પર સાબીત એ માત્ર માર્ગદર્શક છે કોઇ સીધ્ધાંત પ્રત્યેની અંધશ્રધ્ધાથી ફોજદારી કાર્યવાહી પ્રમાણે દરેક તબકકે અદાલતે આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવું પડે વિગેરે ચુકાદા સાથે એડવોકેટ તુષાર ગોકાણીએ દલીલ કરેલ હતી.

નીચેની અદાલતે આર્મ્સ એકટ ૧૯૬૮ના કાયદા મુજબ જે સજા કરવામાં આવેલ છે તેવો આપણા દેશમાં કોઇ કાયદો જ નથી. ભારતમાં આવો કોઇ કાયદો અમલમાં નથી પરંતુ યુ.કે. માં અમલમાં છે. યુ.કેમાં રહેલ કાયદાની ચર્ચા કરી તકસીરવાન ઠેરવેલ છે. મુદામાલ હથીયાર એફએસએલ માં મોકલવાની રવાનગી નોંધ સહીનું પ્રમાણપત્ર મુદામાલ મળેલની પહોંચ, બેલેસ્ટીક વિભાગનો રીપોર્ટ દસ્તાવેજી પુરાવા ઉપરથી પુરવાર કરી શકેલ નથી તેમજ મુદામાલની ઓળખ કરાવેલ નથી દસ્તાવેજના રેકર્ડ ઉપરની ગેરહાજરીથી ફરીયાદ પક્ષનો કેઇસ નબળો પડી જાય છે.

તમામ હકીકતોને ધ્યાને લઇ દલીલો વિવિધ કોર્ટના ચુકાદા નીચેની કોર્ટનું રેકોર્ડ ધ્યાને લઇ એડી. સેસન્સ જજ શ્રી પરમારે આરોપી ભરત નરસીરામ કોટકની અપીલ મંજુર કરી નીચેની કોર્ટનો હુકમ રદ કરી નિર્દોષ છોડી મુકતો આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી ભરત કોટક તરફે અભય ભારદ્વાજ, તુષાર ગોકાણી, ધીરૂભાઇ પીપળૃીયા, દીલીપ પટેલ, અમૃતા ભારદ્વાજ, પિયુષ કારીયા, પી. એમ. જાડેજા, રીપન ગોકાણી સહીતના રોકાયેલ હતા.

(3:52 pm IST)