Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સરકારી હોસ્પીટલનાં ડોકટરોનું આંદોલન વેગવંતુઃ કલેકટરને રજુઆતઃ સામુહીક રાજીનામાની ચિમકી

રાજકોટઃ રાજયનાં નિયંત્રણમાં આવતા આરોગ્ય તબીબી સ્ટાફ, ડોકટરો વગેરે પગાર, એરીયર્સ વગેરેના પેન્ડીંગ પ્રશ્નોની માંગણી સાથે આંદોલન ચલાવી રહયા છે. જે અંતર્ગત આજે તબીબી સ્ટાફે ઉગ્ર સુત્રોચ્ચાર, બેનરો સાથે જીલ્લા કલેકટર કચેરી ધરણા યોજી અને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી. તે વખતની તસ્વીર અને જો આ પ્રશ્નો નહી ઉકેલાય તો ૧૩ ડિસેમ્બરથી સામુહીક રાજીનામા આપવાની ચિમકી આવેદનનાં અંતે તબીબી સ્ટાફે ઉચ્ચારી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:04 pm IST)