Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ સાવકા પિતાની જામીન અરજી રદ

રાજકોટ તા. ૪: પુત્રી ઉપર દુષ્કૃત્ય કરનાર સાવકા પિતાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.

ગત તા. ૩૦-પ-ર૧ના રોજ મોચી બજારમાં આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં ચોકીદાર કરતા આરોપી સોહનભાઇ કુજીભાઇ ઠાકોર મુળ રહે. ગામ ભોરાસાતા પથરીયા જી. દમોહ મધ્ય પ્રદેશ વાળા વિરૂદ્ધ તેની પુત્રીએ દુષ્કૃત્ય આચરેલની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ અને તેમાં જણાવેલ કે આરોપી તેને સાવકો પિતા છે અને આરોપીએ તેની તથા તેની નાની બહેન સાથે અવાર નવાર બળજબરીથી દુષ્કૃત્ય કરેલ છે અને તે બાબતેની ફરિયાદ તેના પિતા વિરૂદ્ધ કરેલ તે ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ્ધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધ્ધી ગુન્હો છે. અને સાવકો પિતા તેની પુત્રી ઉપર આવું કૃત્ય કરે તે નિંદનીય છે અને આવા આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી કે. ડી. દવે એ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા. 

(3:38 pm IST)