Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ચોરીના ગુનામાં હદપાર કરાયેલો ભંગારનો વેપારી મનસુખ પકડાયો

બી-ડીવીઝન પોલીસે જૂના મોરબી રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૪ : શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોરીના ગુનામાં હદપાર કરાયેલા શખ્સને બી-ડીવીઝન પોલીસે જૂના મોરબી રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા અને હદપાર કરાયેલા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા બી-ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.જાડેજા, એ.એસ.આઇ. સલીમભાઇ માડમ, હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા, પી.ડી.ખાંભરા, એલ.બી.હાડગડા, હેમેન્દ્રભાઇ વાઘીયા, મહેશભાઇ ખાંભલીયા, દિવ્યરાજસિંહ, કિશનભાઇ તથા દિલીપભાઇ સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ. કેતનભાઇ અને પી.ડી.ખાંભરાને મળેલી બાતમીના આધારે જૂના મોરબી રોડ પરથી ચોરીના ગુનામાં હદપાર કરાયેલા ભંગારના વેપારી મનસુખ ઉર્ફે દિકુ હરીભાઇ પરમાર (ઉ.વ.૨૧) (રહે. લોહાનગર મફતીયાપરા)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:36 pm IST)