Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકોટની ૧૬ વર્ષની સગીરાને એમ.પી.નો સંતોષ બસોર ભગાડી ગયો : અપહરણનો ગુનો

મોબાઇલમાં વાતો કરતો હોવાની શેઠને ખબર પડતા સંતોષને કાઢી મુકયો'તો

રાજકોટ,તા. ૪ : કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી એમ.પી.નો શખ્સ ભગાડી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.મળતી વિગત મુજબ કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા પરમદિવસે મોટા બેનને ત્યાં જમવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિાવરજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન અગાઉ સગીરા જ્યાં કામ કરતી હતી. ત્યાં જ કામ કરતો મુળ મધ્યપ્રદેશના ખારા ગામનો હાલ મેટોડા જી.આઇ.ડીસી. ગેઇટ નં. ૩ આવેલા કારખાનાની ઓરડીમાં રહેતો સંતોષ પ્રેમલાલ બસોર સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. તે મોબાઇલ ફોનમાં સતત વાતો કરતો હોય તેના પ્રેમ સંબંધની શેઠને જાણ થતા તેણે વીસેક દિવસ પહેલા સંતોષને કાઢી મુકયો હતો. શોધખોળ કરવા છતા સગીરા મળી ન આવતા પરિવારજનોએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે એમપીના સંતોષ પ્રેમલાલ બસોર સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ. જે.વી. ધોળાએ તપાસ હાથ ધરી છે. 

(3:36 pm IST)