Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

બાબરીયા કોલોનીમાં મકાનમાં આગ

રાજકોટ તા.૪ : બાબરીયા કોલોનીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ બાબરીયા કોલોની શેરી નં. રમાં રહેતા મયુરભાઇ રાજાભાઇ રાવડીયાના મકાનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી મકાન માલીક મયુરભાઇએ જાણ કરતા ફાયરબ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી અડધો કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ ફ્રીઝમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

(3:34 pm IST)