Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ચોરાઉ સાયકલ અને શંકાસ્પદ બાઇક સાથે અમન અને રૂપેશ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસે કિડની હોસ્પિટલ પાસેથી બંનેને ઝડપી લીધા

રાજકોટ તા. ૪ : યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસેથી યુનિવર્સિટી પોલીસે બે શખ્સોને ચોરાઉ સાયકલ અને એક શંકાસ્પદ બાઇક સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે બે શખ્સો ચોરાઉ સાયકલ અને એક બાઇક સાથે ઉભા હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, રાજેશભાઇ મીયાત્રા, કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, સહદેવસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા સહિતે યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલ પાસેથી કાલાવડ રોડ પ્રેમમંદિર સામે હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસે રહેતા અમન દલબહાદુર થકુલ્લા (ઉ.૩૦) અને મવડી હેડ કવાર્ટર સામે રાજયોગ પેલેસમાં ચોકીદારી કરતો રૂપેશ દીપકભાઇ ઉર્ફે ગોકુલભાઇ સાઉદ (ઉ.વ.૨૫)ને ચોરાઉ સાયકલ અને શંકાસ્પદ જીજે૩એચસ-૬૭૩૧ નંબરના બાઇક સાથે પકડી લીધા હતા. પૂછપરછમાં થોડા દિવસો પહેલા રૂડાનગર વિસ્તારમાંથી સાયકલ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને પોલીસે કબ્જે કરેલ બાઇક ચોરાઉ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)