Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કુવાડવા રોડ પર આરોગ્યના દરોડા : ૨૩ કિલો અખાદ્ય : ચીજોનો નાશ

ઢોસા હાઉસમાંથી ૧૯ કિલો અખાદ્ય ચીજોનો નાશ : જોકર ગાંઠિયા (ડી.કે.ચેમ્બર)માંથી ૪ કિલો દાઝેલા તેલનો નાશ : ૧૪ વેપારીઓને નોટીસો

રાજકોટ તા. ૪ : વન વીક વન રોડ અંતર્ગત કુવાડવા રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ, દાઝીયુ તેલ મળી કુલ ર૩ કિ.ગ્રા. જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ્ અને ૧૪ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ.

કુવાડવા રોડ પર આવેલ (૧) જોકર ગાઠીયા, ડી.કે. ચેમ્બર ખાતે દાઝીયુ તેલ ૪ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. તેમજ લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૨) ઢોસા હાઉસ, ડી.માર્ટ સામે વાસી પ્રિપેર્ડ ફુડ કુલ ૧૯ કિ.ગ્રા. નાશ, હાઇજીન બાબતે નોટીસ. (૩) બજરંગ પાન એન્ડ કોલ્ડ્રીંકસ - લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૪) મારૂતિ મેડીકલ -લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૫) એ.બી.સી. મેડીકલ સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૬) શ્રીજી ફાર્મસી - લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૭) શિવ શકિત પાન એન્ડ કોલ્ડ્રીંકસ લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૮) અંબિકા રેસ્ટોરન્ટ - લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૯) કનૈયા રેસ્ટોરન્ટ -લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૧૦) રોશની પાન -લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૧૧) ભારત પાન - લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૧૨) જીતેશ મેડીકલ -લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૧૩) અમૃત દિન દયાળ જનઔષધી -લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૧૪) રાજકોટ ફાર્મસી - લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

કુવાડવા રોડ પર ચકાસણી કરેલ સ્થળો (૧૫)ડાયમંડ શીંગ, (૧૬)પટેલ ડેરી પ્રોડકટસ પ્રા. લી. (છાસ વાલા)  (૧૭)હોટેલ ફર્ન (૧૮)નટરાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસ (૧૯)પટેલ વિહાર રેસ્ટોરન્ટ  (ર૦)શકિત વિજય પરોઠા હાઉસ  (ર૧)ભોલેનાથ રસ સેન્ટર (રર)જલારામ રેસ્ટોરન્ટ  (ર૩) મહાલક્ષ્મી ડેરી ફાર્મ (ર૪)એવન્યુ સુપર માર્ટ - ડી-માર્ટ, (રપ)શિવ શકિત રેસ્ટોરન્ટ (ર૬) ડીલીસીયસ ફુડસ -મોન્જીનીસ કેક શોપ (ર૭) સ્વાદ રેસ્ટોરન્ટ  (ર૮)સોરઠીયા રેસ્ટોરન્ટ (ર૯)મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા  (૩૦)પરેશ પાન (૩૧) કૈલાશ ભેળ.

(2:58 pm IST)