Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મેટોડામાં રણજીત ચોહાણે દારૂના નશામાં ફિનાઇલ પીધું: ફિનાઇલ ઝેર પીવાના બીજા પાંચ બનાવ

કોટડા સાંગાણીમાં મહિલા, ઉમરાળીમાં યુવાન, સોખડામાં બાળા, જામનગર રોડ પરના હુડકોમાં પરિણિતા ફિનાઇલ-ડીડીટી પી જતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૪: ફિનાઇલ, ડીડીટી અને ઝેર પીવાના છ અલગ અલગ બનાવોમાં મહિલા, યુવાન, યુવતિ, બાળાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં મેટોડામાં સરકારી સ્કૂલ પાસે રહેતો રણજીતભાઇ અરજણભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૯) નામનો યુવાન ફિનાઇલ પી જતાં રાજકોટ દાખલ કરવામાં આવતાં  હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

રણજીતભાઇ કારખાનામાં કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. તેના પરિવારજનના કહેવા મુજબ દારૂના નશામાં ખબર ન રહેતાં ફિનાઇલની બોટલમાં પાણી નાંખીને તે પી જતાં તબિયત બગડી હતી. સારવાર બાદ રજા અપાઇ હતી.

અન્ય બનાવોમાં કોટડા સાંગાણીમાં રહેતી રઝીયાબેન દોસ્તમહમદ બ્લોચ (ઉ.૩૬) કોઇ કારણે ફિનાઇલ પી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. તેનો પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. જેતપુરના ઉમરાળી ગામે રહેતો અતુલ વલ્લભભાઇ સાચીયા (ઉ.૨૭) પણ ફિનાઇલ પી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. કુવાડવા રોડ સાત હનુમાન પાસે સોખડા રોડ પર રહેતી અને ધોરણ ૮માં અભ્યાસ કરતી હીના સોમાભાઇ જાદવ (ઉ.૧૪) ફિનાઇલ પી જતાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે જામનગર રોડ હુડકોમાં રહેતી જાનકી સંતોષ ગડિયલ (ઉ.૨૨)ને એક વર્ષના પુત્ર બાબતે પતિ સાથે ચડભડ થતાં ડીડીટી પી જતાં દાખલ કરવામાં ચોકીના સ્ટાફે જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

જ્યારે સંત કબીર રોડ પર ન્યુ શકિત સોસાયટીમાં રહેતાં કિશન ધીરૂભાઇ શાપરા (ઉ.૨૪)એ માંડા ડુંગર નજીક આર. કે. યુનિવર્સિટીના ગેઇટ પાસે ઝેરી પ્રવાહી પી લેતાં સિવીલમાં ખસેડાયો હતો. માનસિક તકલીફને કારણે આમ કર્યાનું જણાવાયું હતું. કિશન ચાંદી કામની મજૂરી કરે છે. 

(12:05 pm IST)