Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

૧૫૦ ઇલેકટ્રીક બસ માટે નવા વર્ષે વર્ક ઓર્ડર : RRLની AGMમાં નિર્ણય

મ.ન.પા. સંચાલિત રાજકોટ રાજપથ પ્રા.લી. દ્વારા BRTS તથા સીટી બસ રૂટ પર ઇલેકટ્રીક બસ ચલાવવા તડામાર તૈયારી : ૮૦ ફુટ રોડ પર ટુંક સમયમાં ચાર્જીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત : ડ્રાઇવરોને ટ્રેનીંગ - કેકેવી ચોક - ગોંડલ ચોકડીએ નવા બસ સેલ્ટરો સહિતની સુવિધાઓ : ચેરમેન ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જી.એમ. જયેશ કુકડિયા દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ : ડે.મેયર અશ્વિન મોલિયા સહિતના ડીરેકટરોની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૪ : રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસતાંતરીત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરની જાહેર જનતાને કુલ ૪૫ બસ રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે.

રાજકોટ રાજપથ લી. (RRL) ના ચેરમેનશ્રી (મ્યુનિ. કમિશનરશ્રી) ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને તા.૦૩/૧૨/૨૦૨૦ના રોજ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અંતર્ગત RRL દ્વારા ગતવર્ષ દરમ્યાન કરવામાં આવેલ તમામ કામગીરી તથા નાણાંકીય હિસાબોની સમીક્ષા કરવામાં આવેલ તથા હાલમાં ચાલુ ઈલે. બસ તથા ITMS સહિતની શહેરના માળખાકીય વિકાસમાં અગત્યની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. RRL ની આ વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન, RRL અને કમિશનર, રા.મ.ન.પા. ઉદિત અગ્રવાલ, ડે. મેયર  અશ્વિનભાઈ મોલીયા, નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, નાયબ કમિશનર એ. આર.  સિંઘ, CEO, RUDA  ચેતન ગણાત્રા તથા સીટી એંજીનીયર કે. એસ. ગોહેલ ઉપસ્થિત રહેલ.                

રાજકોટ રાજપથ લી. મારફત કુલ ૧૦૦ બસ (૯૦ સિટી બસ તથા ૧૦ બી.આર.ટી.એસ.) મારફત સમગ્ર રાજકોટ શહેર તથા તેની આજુબાજુના રહેણાંક વિસ્તારો ઔદ્યોગિક વસાહતો, શૈક્ષણિક સંકુલોને આવરી લેતા કુલ ૪૫ રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. સિટી બસ સેવાનો કામનાં દિવસો દરમિયાન દૈનિક સરેરાશ અંદાજીત ૪૦,૦૦૦ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવાનો કામનાં દિવસો દરમિયાન દૈનિક સરેરાશ અંદાજીત ૨૦,૦૦૦ મુસાફરો મળી કુલ ૬૦,૦૦૦ થી વધુ શહેરીજનો દ્વારા સામાન્ય કામકાજના દિવસોમાં પરિવહન સેવાનો લાભ લેવામાં આવે છે. ગત વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૧૯-૨૦માં સિટી બસમાં સેવામાં અંદાજીત ૨૨,૫૩,૦૦૦ મુસાફરો તેમજ બી.આર.ટી.એસ. બસ સેવામાં અંદાજીત ૬,૫૪,૦૦૦ મુસાફરો એમ બંને પરિવહન સેવા મળી કુલ ૨૯,૦૭,૦૦૦ મુસાફરોનો નોંધપાત્ર વધારો નોંધાયેલ છે.          

રાજકોટ રાજપથ લી. દ્વારા ઓડીટ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન થયેલ કામગીરીની વિગતો નીચે મુજબ છે.

  • મહિલાઓ માટે ફ્રી મુસાફરી

દર વર્ષની માફક વર્ષ ૨૦૧૯-૨૦ માં સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ બસ સેવામાં રક્ષાબંધન, વિમેન્સ ડે તથા ભાઇ-બીજના તહેવારના દિવસે મહિલા મુસાફરોને બસમાં ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવા આવેલ. જેમાં ૭૪ હજાર મહિલાઓ દ્વારા ફ્રી મુસાફરીનો બહોળો લાભ લીધેલ.   

  • ૫૦ ઈલેકટ્રીક બસ    

સૌરાષ્ટ્રના વ્યાપારિક તથા ઔદ્યોગિક કેન્દ્ર એવા આપણા રાજકોટ શહેરમાં E-Mobility પુરી પાડવા હેતુથી સૌરાષ્ટ્ર કચ્છમા સૌપ્રથમવાર કેન્દ્ર સરકારશ્રીની ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રી (DHI)ની FAME - II Scheme અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા ૫૦ (પચાસ) મીડી AC ઇલેકટ્રીક બસ (E-Bus) નું ટેન્ડર કરવામાં આવેલ. જેમાં Lowest Bidder તરીકે રહેલ M/s. PMI Electro Mobility Solution Pvt. Ltd.-હરીયાણા/નવી દિલ્હીની એજન્સીને LOI (લેટર ઓફ ઇન્ટેન્ટ) આપી તા.૦૭/૦૩/૨૦૨૦ના રોજ એજન્સી સાથે 'એગ્રીમેન્ટ' કરવામાં આવેલ છે.       

ટેન્ડરની શરતો અનુસાર બસ ઓપરેટર એજન્સી દ્વારા E-Bus નું પ્રોટોટાઇપ મોડેલ DHI ની ગાઇડલાઇન અનુસાર તૈયાર કરી ટૂંક સમયમાં રજુ કરવામાં આવનાર છે. જે પ્રોટોટાઇપ E-Bus નું પરફોર્મન્સ ચકાસી, જે યોગ્ય જણાયે અત્રેથી મંજુરી અપાયા બાદ એજન્સી દ્વારા આગામી માર્ચ માસ સુધીમાં ઈ-બસ રાજકોટ શહેરનાં જાહેર પરિવહન ઓપરેશન માટે પુરી પાડવામાં આવનાર છે.  

  ઉપરોકત ૫૦ ઈ બસ ઉપરાંત DHI દ્વારા મંજુર થયેલ વધારાની ૧૦૦ ઈ બસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જે ચાલુ માસના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેથી નિયત થનાર L-1  એજન્સીને જરૂરી વહીવટી પ્રક્રિયાઓ હાથ ધર્યા બાદ વર્કઓર્ડર આપવામાં આવશે.

હાલ સદરહુ ઈ બસ માટે જરૂરી ચાર્જીંગ સ્ટેશનના ખાતમુર્હુતની તૈયારી તથા અન્ય માળખાકીય સુવીધાઓ માટે ૮૦લૃ ફૂટ રોડ પર હયાત સીટી બસ ડેપો ખાતે આધુનીક ઈ બસ ડેપો માટેની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે.    

  • ડ્રાઇવર ટ્રેઇનીંગ

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૮/૦૩/૨૦૨૦ (રવિવાર) ના રોજ રાજકોટ સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. ના સુપરવાઇઝરો, ડ્રાઇવરો માટે ટ્રેઇનીંગનું આયોજન કરવામાં આવેલ. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે બે શીફટમાં ટ્રેઇનીંગ આપવામાં આવેલ.   

 જેમાં Ethics & Behavior Training, Traffic Signs, Traffic rules, Polite behavior, Helping people on the road વિગેરે જેવા તમામ ટ્રાફીક અને રોડ સેફટીના વિષયોને આવરી લેતી તથા તેને સંલગ્ન બાબતોના વિડીયો દર્શાવવા સહિતની ટ્રેનીંગ આપવામાં આવેલ. 

  • નવા બસ સેલ્ટર

૧૫૦' રીંગ રોડ પર આવેલા તમામ ૧૮ બસ શેલ્ટર્સ પૈકી ઇન્દિરા સર્કલ ખાતે આવેલ શેલ્ટર્સ પરના કાયમી પેસેન્જર્સ ટ્રાફીકને ધ્યાને લેતા તેમજ કાલાવાડ રોડ - ૧૫૦' રીંગ રોડનાં ક્રોસિંગ જંકશન પર આવતા વિધાર્થીઓ-અન્ય મુસાફરોને BRTS કનેકટીવીટીનો લાભ KKV ચોક પર મળી રહે, તેમજ તેમને ઇન્દિરા સર્કલના શેલ્ટર્સ સુધી જવુ ન પડે તે હેતુથી KKV ચોક ખાતે રૂ. ૪૩.૫૫ લાખના ખર્ચે BRTS શેલ્ટર બનાવવા માટેની જરૂરી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા દ્વારા LOWEST RATE મુજબ આવેલ એજન્સીને નિયત કરી KKV ચોક ખાતે BRTS બસ શેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે.     

  • ગોંડલ ચોકડીએ બસ સેલ્ટર

૧૫૦' રીંગ રોડ પર શહેરના BRTS રૂટ પરની Entry-Exit તરીકેના એટલે કે બંને છેડા (ગોંડલ ચોકડી તથા માધાપર ચોકડી) પરના બસ શેલ્ટર પૈકી માધાપર શેલ્ટરની સરખામણીમાં ગોંડલ ચોક પર આવેલા BRTS શેલ્ટરની લંબાઇ ઓછી હોય, તેમજ રોજીંદા પેસેન્જરના પ્રવાહને ધ્યાને લેતા તેની લંબાઇ વધારવાની જરૂરિયાત હોવાથી ગોંડલ ચોક BRTS શેલ્ટરની લંબાઇ વધારવા માટેની જરૂરી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા દ્વારા LOWEST RATE મુજબ આવેલ એજન્સીને નિયત કરી ગોંડલ ચોકડી ખાતે રૂ. ૨૧.૭૩ લાખના ખર્ચે BRTS શેલ્ટરની લંબાઈ વધારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે.                    

  • ત્રિકોણબાગે કન્ટ્રોલ કેબીન

ત્રિકોણબાગ ખાતે આવેલ સિટી બસ સેવા (RMTS) નો કંટ્રોલ રૂમ ઘણો જ જુનો, જર્જરિત તથા તેનું ફલોરીંગ લેવલ નીચુ હોવાના લીધે વરસાદના સમયમાં પાણી ભરાઇ જવાની, જુના બાંધકાનના કારણે વરસાદના સમયમાં છત પરથી પાણી પડવાની સમસ્યા, દિવાલોમાં ભેજ ઉતરવાના કારણે શોટ સર્કિટની સમસ્યા તથા અપુરતી જગ્યાની સમસ્યાને ધ્યાને લઇ તેજ જગ્યાએ નવો સિટી બસ સેવા માટેનો કંટ્રોલ રૂમ બનાવવાનુ નિયત કરવામાં આવેલ. તેમજ સિટી બસ સેવાને લગત કંટ્રોલીંગ, પુછપરછ તેમજ કન્સેશન કાર્ડ વિતરણ માટેની પ્રી-ફેબ્રીકેશન કેબિન પણ જર્જરીત જણાતી હોય ભવિષ્યમાં થતા સિટી બસની સંખ્યાના વધારાને ધ્યાને લઇ બંને કંટ્રોલ રૂમની વ્યવસ્થા સચવાઇ જાય તે માટેની જરૂરી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા દ્વારા LOWEST RATE મુજબ આવેલ એજન્સીને નિયત કરી ત્રિકોણ બાગ ખાતે        રૂ. ૫.૯૦ લાખના ખર્ચે સિટી બસ સેવા માટે જરૂરી કંટ્રોલ કેબીનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.                

  • મેનેજમેન્ટ સીસ્ટમ

રાજકોટ મહાનગરપાલિકાના મીશન સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ પાન સિટી ડેવલોપમેન્ટ અંતર્ગત સેવોત્ત્મ પ્રોજેકટનાં જુદાજુદા કુલ ૭ કમ્પોનન્ટ પૈકી ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ (ITMS) નો સમાવેશ કરવામાં આવેલ છે જે પ્રોજેકટનો કુલ અંદાજીત ખર્ચ રૂ.૧૯.૮૪ કરોડ રૂપિયા છે.      

રાજકોટ રાજપથ લી. દ્વારા ITMS Project અન્વયે રાજકોટ શહેરમાં જાહેર પરિવહનની વ્યવસ્થાને વધુ સારી અને સુદ્રઢ બનાવવાના ઉદેશ્યથી શહેરમાં ૧૫૦ રીંગ રોડ પર કુલ ૧૦.૭૦ કિમી લંબાઇના BRTS કોરીડોર પર આવેલ ૧૮ બસ શેલ્ટર્સ પર નીચે મુજબની વ્યવસ્થાનું અમલીકરણ કરવામાં આવેલ છે.

  •    સ્માર્ટ બસ સ્ટોપ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ITMS પ્રોજેકટ હેઠળ શહેરમાં મુખ્ય રસ્તાઓ પરનાં વિવિધ લોકેશન પર કુલ રૂ.૨.૭૮ કરોડ ના ખર્ચે કુલ ૪૦ 'સ્માર્ટ બસ સ્ટોપ' બનાવવામાં આવશે. સ્માર્ટ બસ સ્ટોપમાં આવરી લેવામાં આવેલ અદ્યતન સુવિધાઓ જેવીકે,   આકર્ષક તથા સ્માર્ટ ડિઝાઇન, આરામ દાયક બેઠક વ્યવસ્થા, ૨૪ કલાક  CCTV  કેમેરા સર્વેલન્સ સીસ્ટમ, બસની અવાગમનની સચોટ માહિતી માટે પેસેન્જર ઇન્ફોરર્મેશન સીસ્ટમ (PIS), દિવ્યાંગો અને વૃદ્ઘોને ચડવા માટે રેમ્પની સુવિધા, સેન્સર બેઇઝ લાઈટીંગ સીસ્ટમ, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, IEC ડિસ્પ્લે બોર્ડ, વિગેરેનો સમાવેશ કરેલ છે. 

બનાવવામાં આવનાર કુલ ૪૦ સ્માર્ટ બસ સ્ટોપ પૈકી ૧૦ સ્માર્ટ બસ સ્ટોપની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, બીજા ૧૦ સ્માર્ટ બસ સ્ટોપની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે  બાકીના ૨૦ સ્માર્ટ બસ સ્ટોપની કામગીરી નિયત થયેલ એજન્સી દ્વારા આગામી ૨ માસમાં પૂર્ણ કરવામાં આવનાર છે.

  • BRTS બસની આવક ઉડતી નજરે

બી.આર.ટી.એસ.માં તા.૧૬-૦૯-૨૦૧૯ના રોજ મહતમ મુસાફરો ૨૭,૭૪૧ જયારે મહતમ ટીકીટીંગ આવક રૂ. ૧,૮૬,૮૧૪ થયેલ.

આર.એમ.ટી.એસ. (સીટીબસ)માં તા.૬-૦૯-૨૦૧૯ના રોજ મહતમ મુસાફરો ૫૫,૩૫૫  જયારે મહતમ ટીકીટની આવક રૂ.૩,૬૬,૫૪૪ થયેલ.

આર.એમ.ટી.એસ. (સીટીબસ) તથા બી.આર.ટી.એસ. બંને પરીવહન સેવાઓ મળી વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન કુલ ૧,૯૬,૯૫,૫૭૯ મુસાફરો દ્વારા પરિવહન સેવાનો લાભ લેવામાં આવેલ. જે મુજબ આગળના વર્ષની સરખામણીમાં ૨૯,૦૭,૨૨૯ જેટલા મુસાફરોની સંખ્યામાં વધારો થયેલ છે.

 આર.એમ.ટી.એસ. (સીટીબસ) તથા બી.આર.ટી.એસ. બંને પરીવહન સેવાઓ મળી વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન કુલ રૂ. ૧૩,૩૩,૧૭,૬૦૮ જેટલી ટીકીટની આવક થયેલ છે. જે મુજબ આગળના વર્ષની સરખામણીમાં રૂ. ૨,૦૮,૬૧,૮૪૦ જેટલી ટીકીટની આવકમાં વધારો થયેલ છે.

(3:33 pm IST)