Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ભારદ્વાજ પરિવારને સાંત્વના પાઠવતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને આગેવાનો

રાજકોટ : પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજના જયેષ્ઠ બંધુ અને રાજયસભાના સાંસદ અને ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજનું દુઃખદ અવસાન થતા શોકમગ્ન નિતીનભાઇ તથા તેમના પરિવારજનોને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે તેમના નિવાસ સ્થાને જઇ સાંત્વના પાઠવી શોકની લાગણી વ્યકત કરી હતી. આ તકે ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદીપ ડવ, સુરતના ધારાસભ્ય હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ભાજપ અગ્રણી પ્રદિપસિંહ વાઘેલા સહીતના આગેવાનો પણ સાથે જોડાયા હતા.

(3:27 pm IST)