Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કાલે રાજકોટ આવતા મૂખ્યમંત્રી વિજયભાઇ

રાજકોટ તા. ૪ : રાજયના મૂખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે.  તેઓ બપોરે  ૪ વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા બાદ ૪-૩૦ થી મારવાડી યુનિ.ના કાર્યક્રમમાં ખાસ હાજરી બેન્ક-હેડઓફીસ-૧પ૦ફુટ રીંગ રોડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી સરકીટ હાઉસ ખાતે રાત્રી ભોજન કર્યા બાદ ૮-૪૦ વાગ્યે રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

મૂખ્યમંત્રી બપોર બાદ આવી રહ્યા હોય કલેકટરે પ્રોટોકોલ-પોલીસ બંદોબસ્ત-વીજપાવર સહિતના મુદ્દે તમામ ખાતાઓને સુચના આપી હતી.

(2:46 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ' લવ જેહાદ ' નો બીજો કેસ : શબાબ નામક મુસ્લિમ યુવકે રાહુલ નામ ધારણ કરી હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ : 1 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા : 30 નવેમ્બરથી યુવક યુવતી બંને ગૂમ : આ અગાઉ બરેલી જિલ્લામાં પ્રથમ કેસ બન્યો હતો : બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ : જો ગુનો પુરવાર થાય તો 10 વર્ષની જેલસજા અને 50 હજાર રૂપિયા દંડ થઇ શકે access_time 1:46 pm IST

  • સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું દુઃખદ નિધન : જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું આજે ભાવનગર મુકામે દુઃખદ નિધન થયુ છે : તેઓ ૮૩ વર્ષના હતા : કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા access_time 3:20 pm IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST