Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દેશ - રાજ્યના વિકાસમાં કોમ્પ્યુટર પરના ડેટા માહિતીનો સિંહ ફાળો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૨જી ડિસેમ્બરે 'વિશ્વ કોમ્પ્યુટર લિટરસી દિન'ની ઉજવણી કરાઇ

રાજકોટ તા. ૪ : ૨જી ડિસેમ્બર એટલે વિશ્વ કોમ્પ્યુટર લિટરસી ડે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર શિક્ષા, રાજકોટ કોર્પોરેશન કચેરીના તમામ બ્લોક તેમજ જિલ્લા સ્ટાફ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનુ઼ પાલન કરી 'વિશ્વ કોમ્પ્યુટર લિટરસી દિન'ની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા.ચેરમેન ભારતીબેન રાવલ તેમજ શિક્ષણ સમિતિ સદસ્ય તમામ, શાસનાધિકારી તેમજ યુ.આર.સી. કો-ઓર્ડીનેટર દિપકભાઇ સાગઠીયા, શૈલેષભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ માધડ તેમજ સમગ્ર શિક્ષા જિલ્લા - બ્લોક સ્ટાફ તમામ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સમગ્ર શિક્ષા સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોમ્પ્યુટરમાં સચોટ માહિતી એન્ટર થાય તે ખૂબ જ અગત્યની બાબત ગણવામાં આવે છે. આવી સચોટ એન્ટર કરેલી માહિતી પરથી દરેક વિભાગો જેવા કે એકાઉન્ટ વિભાગ, એસ.ટી.પી. વિભાગ, આઇઇડી વિભાગ, જેન્ડર વિભાગ, પ્લાનિંગ એન્ડ મોનિટરીંગ વિભાગ દ્વારા આ માહિતીનું વિશ્લેષણ કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેઓની કારકિર્દી ઉત્તમ બની રહે છે. રાજ્ય તેમજ દેશનો વિકાસ આજના સમયમાં કોમ્પ્યુટર પરના ડેટા પરથી વિશેષરૂપમાં ધ્યાનમાં લેવામાં આવે છે. આવી ઉત્તમ સેવા બજાવનાર સમગ્ર શિક્ષા કોમ્પ્યુટર વિભાગના કર્મચારીઓને પણ અન્ય કર્મચારીઓની જેમ સમાન કામ સમાન વેતન જેવાલાભો આપી સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે, તેમજ સમાજમાં કોમ્પ્યુટર કામગીરી ટેકનોલોજી અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવાય જેવા ઉમદા આશયથી સમગ્ર શિક્ષા, રાજકોટ કોર્પોરેશન કચેરીના તમામ બ્લોક તેમજ જિલ્લા સ્ટાફ રાખીબેન દવે જિલ્લા એમ.આઇ.એસ., જયેશભાઇ સોરઠીયા બ્લોક એમ.આઇ.એસ., દેવીદાસ શ્રીમાળી, અમીતભાઇ રાધનપુરા, આરતીબેન કોટેચા, ડેટા એન્ટ્રી ઓપરેટર તમામ સ્ટાફ દ્વારા 'વિશ્વ કોમ્પ્યુટર લિટરસી દિન'ની ઉજવણી સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી કરવામાં આવી.

(2:36 pm IST)