Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

શિતલ પાર્કના રજનીકાંતભાઇ અને લક્ષ્મી સોસાયટીના હિતેષનું બીમારી સબબ મોત

ભગીરથ સોસાયટીના વૃધ્ધ નરેન્દ્રભાઇનું બીમારીના કારણે મોત

રાજકોટ તા. ૪ : બજરંગ વાડી શિતલ પાર્કના પ્રૌઢ તથા નાનામવા રોડ લક્ષ્મી સોસાયટીના યુવાનનું તથા ભગીરથ સોસાયટીના વૃધ્ધનું બીમારી સબબ મોત નિપજ્યું છે.

મળતી વિગત મુજબ બજરંગવાડી શિતલ પાર્ક - બી/એ-૯૨માં રહેતા રજનીકાંતભાઇ મોહનલાલ ભટ્ટ (ઉ.વ.૫૩) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં નાનામવા રોડ પર લક્ષ્મી સોસાયટી શેરી નં. ૨માં રહેતા હિતેષ ગોગનભાઇ પટેલ (ઉ.૨૦) ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે કેન્સરની બીમારીના કારણે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડયા તથા ઘનશ્યામસિંહએ કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા બનાવમાં ભગીરથ સોસાયટી શેરી નં. ૧માં રહેતા નરેન્દ્રભાઇ પરસોત્તમભાઇ છાંટબાર (ઉ.વ.૭૬) ગઇકાલ પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે બી-ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)
  • તાપીમાં સગાઇ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મામલોઃ ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 4 આરોપીના સોનગઢ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 15 આરોપીની જામીન અરજીની તજવીજ હાથ ધરાઈ access_time 8:54 pm IST

  • ઈટાલીમાં કોરોના ગાંડોતુર બન્યો: એકાદ હજારના મોત : ઈટાલીમાં મોડી રાત સુધીમાં કોરોના નિમિતે 993 મૃત્યુ થયા છે. આજે ઇટાલીમાં સૌથી ઘાતક દિવસ નીવડ્યો હતો. access_time 11:53 pm IST

  • શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST