Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ખેલ મહાકુંભમાં એકરંગ ઇન્સ્ટી.નો દબદબો

સ્પે.ખેલ મહાકુંભનું આયોજન થતા એકરંગ દિકરીઓઓએ ઇન્સ્ટીટયુટની વિવિધ રમતોની ઉંમર પ્રમાણેની મહિલા કેટેગરીમાં નંબર લાવીને સ્પે. ખેલમહાકુંભની રમતોમાં વિજેતા બનીને ખુબજ પ્રશંસા મેળવી છે.આ સ્પે.ખેલમહાકુંભ-ર૦૧૯માં અનુક્રમે મહિલા કેટેગરીની પ૦ મીટર વોકમાં ઉંમર ૮ થી ૧પ ની કેટેગરીમાં ધ્રુપ્તી માણોદરાપહેલા નંબરે વીજેતા બની હતી.૧૦૦ મીટર વોકમાં ઉંમર ૮ થી ૧પ કેટેગરીમાં શારદા કાપડીયા બીજા નંબરે, ઉંમર ૧૬ થી ર૧ કેટેગરીમાં પાયલ પંડયા બીજા નંબરે વીજેતા બની હતી. ૧૦૦ મીટર દોડમાં ઉંમર ૧૬થી ર૧ ની કેટેગરીમાં પુજા પરમાર પહેલા નંબરે તેમજ નીધી પંડયા બીજા નંબરે વીજેતા બની હતી ર૦૦ મીટર દોડમાં ઉંમર ૧૬ થીર ૧ કેટેગરીમાં માનસી ગરસોદીયા પહેલા નંબરે વીજેતા બની હતી. ગોળાફેંકમાં ઉંમર ૧૬ થી ર૧ કેટેગરીમાં પુજા પરમાર પહેલા નંબરે અને નીધી પંડયા બીજા નંબરે વીજેતા બની હતી તેમજ .ંમર રર થી ઉપરની કેટેગરીમાં પારૂલ ગોંડલીયા ત્રીજા નંબરે વીજેતા બની હતી. સોફટબોલ થ્રોમાં ઉંમર ૮ થી ૧પ ની કેટેગરીમાં શારદા કાપડીયા પહેલા નંબરે વીજેતા બની હતી. જયારે લોંગ જંપની ઉંમર ૮ થી ૧પ કેટેગરીમાં નીદી દુધાગરા ત્રીજા નંબરે વીજેતા બની હતી. એકરંગ સંસ્થાના ગૌરવ સમાન આ દિવ્યાંગ દિકરીઓને સંસ્થાના સંચાલક પ્રમુખ દિપિકાબેન અને કમલેશભાઇ પ્રજાપતિએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:25 pm IST)