Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

દેશમાં ભયનું વાતાવરણ : લોકશાહી ખતરામાં છે : હાર્દિક પટેલના સરકાર ઉપર આકરા પ્રહારો

બેરોજગારી-ધંધા રોજગાર- આર્થિક સમસ્યા : બળાત્કાર - મુંબઇ ગઠબંધન - જી.ડી.પી. હેલ્મેટ, ખેડૂતોની સમસ્યા : શિક્ષણ સમસ્યા સહિતના મુદ્દે હાર્દિક પટેલે આક્રોશ વ્યકત કર્યો : ભારતની અમેરિકા-જાપાન અને રશિયા સાથે તુલના થવી જોઇએ તેના બદલે પાકિસ્તાનનો મુદ્દો ચર્ચાય રહ્યો છે : ''અકિલા'' સાથેની મુલાકાતમાં હાર્દિક પટેલે દિલ ખોલીને જવાબો આપ્યા

રાજકોટ : જાહેરનામાના ભંગ અંગેના કેસની મુદતે આજે હાર્દિક પટેલ રાજકોટની કોર્ટમાં આવ્યા હતાં. પ્રથમ તસ્વીરમાં 'અકિલા'ના પત્રકાર નયન વ્યાસ સાથે હાર્દિક પટેલ મુલાકાત આપતા જણાય છે. બીજી તસ્વીરમાં પત્રકાર નયન વ્યાસ અને હાર્દિક પટેલ સાથે એડવોકેટ સુરેશભાઇ ફળદુ અને કોંગ્રેસ અગ્રણી અને બાર. એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી દર્શાય છે.

રાજકોટ તા. ૪ :.. રાજકોટમાં જાહેરનામાનો ભંગ કરવા અંગે કોંગ્રેસ અગ્રણી હાર્દિક પટેલ આજે કોર્ટ મુદતે રાજકોટની કોર્ટમાં હાજર થયા હતાં.

કોર્ટ મુદ્તે આવેલા હાર્દિક પટેલની અકિલાના પત્રકાર નયન વ્યાસે મુલાકાત લેતા તેમણે કેટલાંક પ્રશ્નોના જવાબમાં સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.

 નોટબંધી પછી ધંધા-રોજગાર અને બેરોજગારી

અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિક  પટેલે જણાવેલ કે, હાલમાં દેશમાં ૪૦ લાખથી વધુ યુવાનો બેરોજગાર છે. ત્રણ લાખ સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં નોકરીઓ અપાતી નથી. સરકારની એવી કોઇ યોજના કે, નીતિ નથી. યુવાનોને રોજગાર મળે નોટબંધી પછી નાના-નાના ધંધા-રોજગારને પણ અસર થઇ છે. નાના ઉદ્યોગ ગ્રહો-કારખાનાઓ ભાંગી પડયા છે. સરકાર હવે ર૦૦૦ ની નોટ પણ બંધ કરવા માંગે છે. દેશમાં ખુબ જ વિકટ પરિસ્થિતી ઉભી થઇ છે.

 લોક તંત્ર ખતરામાં છે?

આ પ્રશ્નનો જવાબ અપતાં હાર્દિક પટેલે જણાવેલ કે, અમો નથી કહેતા કે, લોકતંત્ર ખતમ થઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરીને લોકતંત્ર અને ન્યાયતંત્ર ખતરામાં હોવાની આંગળી ઉઠાવી છે. આથી મોટો લોકશાહી ઉપર શું મોટો બીજો શુ પ્રશ્ન હોઇ શકે ન્યાયતંત્ર અને લોકતંત્ર ઉપર પ્રજાને ભરોસો હોઇ તો જ સાચી લોકશાહી કહેવાય, લોકશાહીના આધાર સ્થંભો જેવા કે, ન્યાયતંત્ર, પ્રજાતંત્ર, મીડીયા તંત્રની વ્યકિતગત સ્વાતંત્રતા પણ ખતમ કરાય રહી છે. આવું કયારેય બનેલ નથી. આપણાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડરજીની કાયદાની જે કોપીઓ છે. તેને પણ સળગાવવામાં આવેલ છે.

 દેશની  આર્થિક પરિસ્થિતિ

અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણવેલ કે, ખુદ નાણામંત્રીના પતિએ પણ જીડીપીના દર અંગે પ્રશ્ન ઉઠાવેલ છે. ખરેખર જી. ડી.પી. નિમ્નસ્તરે ૧ ટકો હતો. અને સરકાર દ્વારા ૪ ટકા જીડીપીનો દર બનાવાઇ રહ્યો છે. છતાં સરકાર હાલની સાચી પરિસ્થિતિનો સ્વીકાર કરતી નથી, બેરોજગારી હોય કે, બેંકોની સ્થિતિ કથળી ગયેલ છે. તે અંગે સરકાર મોટા આંકડાઓ બતાવીને પ્રજાને ગુમરાહ કરી છે ધીમે ધીમે લોકો સરકારનો વિશ્વાસ ગુમાવી રહ્યા છ.ે

 શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન

 અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિક જણાવેલ કે આમા કોઇજ હકકીત  ખોટી નથી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોક તંત્રનું જતન કરવા તમામ વિચાર ધારાવાળા, પક્ષો સાથે મળે અને સરકાર રચે તેમાં કાંઇ ખોટુ નથી. આતંકવાદી સાથે કોઇ સમજુતી કરી સરકાર રચી નથી કાશ્મીરમાં પી. ડી. પી. સાથે ભાજપે સરકાર  કોઇ સમજુતી ભાજપે સરકાર રચીને તમામ નિતી નિયમોને નેવે મુકી દીધા હતા.

 દેશમાં ડરનો માહોલ છે

આ પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણાવેલ કે જયા સુધી પ્રજા ભયના માહોલમાંથી  બહાર આવી પોતાના હકકો પ્રત્યે જાગૃત થશે નહિ અને લોકતંત્રના જતન માટે આગળ આવશે નહિ તો સરમુખત્યાર શાહી જન્મ લે તે સ્વાભાવિક છે વર્તમાન સ્થિતિએ દેશના ઉદ્યોગપતિઓએ પણ દેશમાં ભયનો માહોલ હોવા સંબંધે જાહેર નિવેદનો કરેલ છે ઉદ્યોગોની વર્તમાન સ્થિતિ ખુબજ ભયંકર આર્થિક બિસ્મારીમાંથી પસાર થઇ રહેલ હોય કે જે ઉદ્યોગ પતિઓ દેશને અબજો રૂપિયાનું હુડિયામણ કમાઇ દેનાર અને લોકોને રોજીરોટી આપનાર ઉદ્યોગપતિઓનો અવાજ પણ રૃંધિ દેવામાં આવેલ છે. ક્રાઇમ રેટ નીચો દેખાડવા ઉદ્યોગપતિઓનો લાભ ઓળવી જનાર લોકોની સામે ગુનાઓ દાખલ કરવામાં આવતા નથી. ત્યારે સ્વાભાવિક રીતે ગુનાહિત પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે અને ભોગ બનનારને  ખરા અર્થમાં ન્યાય મળી શકે નહિ તેવો મારો અભિપ્રાયછ.ે

 બળાત્કારની ઘટના

અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવેલ કે માત્ર રાજકોટની જ ઘટના લક્ષમાં લેવામાં આવે તો ટુંક સમયમાં અનેક  સગીરાઓ ઉપર રેપની ઘટનાઓ બનેલ છે. મુખ્યમંત્રીના વિસ્તારમાં મહિલાઓ સલામત નથી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી બિલકુલ ખાડે ગયેલ છે. ગુંડાઓને કાયદાનો ડર નથી અને હાલ ભારત દેશ કંઇ જગ્યાએ પહોંચેલ છે તેનું સરકારને જ્ઞાન નથી, ભારત દેશની સરખામણી, અમેરિકા, જાપાન, ચાયના જેવા વિકસીત દેશો સાથે થઇ રહી છે. ત્યારે પાકિસ્તાન સાથે દેશની મુલવણી થઇ શકે નહિ આવી હકિકતો પણ શાસકોને દેખાઇ રહી નથી.

ખેડૂતો-બેકારો શિક્ષણની કથળેલી પરિસ્થિતિ

અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે  જણાવેલ કે, હાલમાં અનેક ખેડૂતોએ આપઘાત કરેલા છે. પાકો નિષ્ફળ ગયેલ છે. સરકાર દ્વારા પાક વિમાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ હજી સુધી ખેડૂતોની નુકશાનીનો સર્વે થયેલ નથી. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને માત્ર આસ્વાસનો જ આપવામાં આવતાં હોઇ અને પ્રજાજનોની કોઇ જ મુશ્કેલી બહેરા-કાને અથડાતી હોય તેવું લાગતું નથી. રાજકોટમાં બનેલ બળાત્કારની ઘટનામાં કોઇ નેતાઓ કે, રાજકીય માણસો દ્વારા પીડીતાના ઘરે જઇને આશ્વાસનના બે શબ્દો કહેલ નથી. જયારે મુખ્યમંત્રીના વિસ્તારમાં આવી પરિસ્થિતિ હોઇ તો રાજયના અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે તે સામાન્ય માણસો પણ સમજી શકે તેમ છે.

અંતમાં હાર્દિક પટેલે જણાવેલ કે, દેશમાં ભયનો માહોલ છે. પ્રજા ચારે બાજુ પીસાઇ રહી છે. ઉદ્યોગપતિઓ હોઇ કે, બેકારો હોઇ કે, ખેડૂતો હોઇ, કે આમ જનતા હોઇ દરેક લોકોને કોઇને કોઇ મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરવો પડે છે. તાજેતરમાં હેલ્મેટના પ્રશ્ને ઘર્ષણ થતાં હોવાનું સામે આવેલ છે. એ ઉપરાંત લોકોના ખિસ્સા યેનકેન પ્રકારે ખંખેરીને  સરકાર પોતાની તિજોરી ભરી રહેલ છે. સરકારને લોકોની મુશ્કેલીમાં રસ નથી પરંતુ પોતાની વાહવાહ  કરી રહી છે. અને ર૦૦ કરોડના પ્રજાના પૈસે પ્લેનમાં પણ રહી છે. પરંતુ જમીન ઉપર હેલ્મેટ સહિતના મુદ્ે લોકોની શું પરિસ્થિતિ છે. તેની મુશ્કેલીઓ જાણીને દુર કરવી જોઇએ.

આ પ્રસંગે હાર્દિક પટેલના એડવોકેટ સુરેશભાઇ ફળદુ તેમજ કોંગી અગ્રણી હાલના  બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ આપીને લોકોની વર્ષો જુની માંગણી સંતોષવી જોઇએઃ હાર્દિક પટેલ

રાજકોટ, તા., ૪: સરકારની બેજવાબદારનીતીના કારણે સૌરાષ્ટ્ર-કચ્છની જનતાની મુશ્કેલીઓ જેમાં હાઇકોર્ટબેંચ મહત્વનો મુદો હોય અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ હાઇકોર્ટ હતીત્યારેગુજરાતનાજ સી.એમ.તથાપી.એમ. હોય ત્યારે ખરેખર પ્રજાની મુશ્કેલીને વાચા આપવા માંગતા હોય તો આ લોકો માટે હાઇકોર્ટ બેંચ સૌરાષ્ટ્રને ફાળવવી કોઇ મોટી વાત નથી.

વધુમાં હાર્દિકે જણાવેલ લોકોની સુરક્ષા, હેલ્થ, શિક્ષણ અને ખેતી વિષયક પ્રશ્ને સરકાર સદંતર નિષ્ફળ ગયેલ છે. દેશની પ્રજા મોંઘવારીમાં પીંસાઇ રહી છે. યુવાનોને નોકરીઓ નથી ત્યારે લોકોઅને દેશનાહિતને પ્રાયોરીટી આપીનેસરકાર આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઇએ.

(4:03 pm IST)