Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

જીસ કા મુજે થા ઇંતઝાર,વો ઘડી આ ગઇ આ ગઇ...હાશ! હેલ્મેટની હૈયાહોળી પુરી...દરેક વાહન ચાલક હરખઘેલો થયો, 'ભાર' હળવો થયો

રાજકોટઃ નવા ટ્રાફિક નિયમો અમલમાં આવ્યા પછી રાજ્યભરમાં પોલીસ ખાસ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોને દંડ ફટકારવાના લક્ષ્ય સાથે જ મેદાનમાં ઉતરતી હતી. ઉપરથી અપાતો ટારગેટ પુરો કરવા પોલીસ મોટા ભાગનો સમય વાહન ચાલકોને આંતરી દંડ વસુલવામાં જ પસાર કરતી હતી. હેલ્મેટના કાયદા સામે દરેક ટુવ્હીલર ચાલકોના હૈયે આક્રોશની જ્વાળા પ્રજવલીત થઇ હતી. જેને સહી ઝુંબેશ થકી વાચા મળી હતી. અંતે પબ્લીકનો રોષ જાણે ઉપર સુધી પહોંચી ગયો હોય તેમ આજે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુકિત આપવાની જાહેરાત રાજ્ય સરકાર તરફથી થતાં જ ટુવ્હીલર ચાલકો હરખઘેલા થઇ ગયા હતાં. હેલ્મેટની હૈયાહોળીમાંથી મુકિત મળતાં જાણે બહુ મોટો ભાર માથેથી ઉતરી ગયો હોય તેવો હાશકારો સોૈ ટુવ્હીલર ચાલકોએ અનુભવ્યો હતો. કાયદો રદ થઇ ગયાની ખબર પડતાં જ મજબૂરીવશ પહેરેલા ટોપા ઉતારી-ઉતારીને વાહન ચાલકોએ હેન્ડલરમાં ભરાવી દીધા હતાં. સોૈ વાહન ચાલકોએ સરકારના આ કાયદાને પ્રજાલક્ષી ગણાવ્યો હતો અને અમુક જાગૃત નાગરિકોએ ઉભરો ઠાલવતાં કહ્યું હતું કે સરકારે પ્રજાને કનડતા આવા કાયદા અમલી બનાવતાં પહેલા વિચારવું જોઇએ. વાહન ચાલકોના ચહેરા પરની ખુશી જાણે એ ગીતની યાદ અપાવી રહી હતી કે..જીસ કા મુજે થા ઇંતઝાર વો ઘડી આ ગઇ આ ગઇ...તસ્વીરમાં હેલ્મેટનો કાયદો શહેરમાંથી હટાવી લેવામાં આવતાં ખુશખુશાલ વાહન ચાલકો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)