Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રામકૃષ્ણ આશ્રમમાં ૧૧ મીએ 'વિચાર વલોણું'

રાષ્ટ્રના જાણીતા ચિંતકો દ્વારા મોડર્ન મેનેજમેન્ટ પર થશે ચિંતન : આધુનિક વ્યવસ્થાપન માટે ભારતીય નીતિની ચર્ચા કરાશે : રસ ધરાવતાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવુ

રાજકોટ તા. ૪ : તાજેતરનાં વર્ષોમાં જોવા મળ્યું છે કે વેસ્ટર્ન મેનેજમેન્ટના સિદ્ધાંતો સાંપ્રત ઉદ્યોગો અને વ્યવસાયના મેનેજમેન્ટના ભાવિ માટે પરિપૂર્ણ નથી. આ વાસ્તવિકતાના અહેસાસને કારણે તેનો હલ ભારતીય ફિલસૂફી અને વેદાંતમાંથી શોધવાની ઘડી આવી પહોંચી છે.

રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા આ પ્રયાસોને વેગ આપવા માટે રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ૧૧મી ડિસેમ્બરના દેશના જાણીતા ચિંતકોનું મોડર્ન મેનેજમેન્ટ પર વિચારવલોણું યોજાશેે.

શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. જે માટે આશ્રમનો સંપર્ક ફોન ૨૪૬૫૨૦૦ અથવા ૨૪૬૩૦૦૦ ઉપર કરી શકાશે.

આ સેમિનારમાં જાણીતા મેનેજમેન્ટ તજ્જ્ઞ તેમજ કોર્પોરેટ ચાણકય સહિતના પુસ્તકના લેખક અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર પર પીએચડી કરનારા ડો. રાધાકૃષ્ણન્ પિલ્લાઈ ભાગ લેશે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદજીનાં કાર્યો અને વૈદિક કાળના મહત્ત્વના સિદ્ધાંતોથી પ્રેરિત થઈ ભારતીય નીતિ આધારિત એમસીએમપ્રમેનેજમેન્ટ બાઈ કલેકટીવ વિઝડમ સંસ્થાને એક મોડલ તરીકે વિકસાવનારા સુરેશ પ્રભુ, વિવેકાનંદ ઈન્સ્ટીટ્યુટ ઓફ લીડરશીપ એન્ડ ગવર્નન્સ  (વીઆઈએલજી)ના સ્થાપક ડાયરેકટર એમ. સત્યકુમાર ભાગ લેશે.

આ ઉપરાંત સનટેક બિઝનેસ સોલ્યુશનના ચીફ મેન્ટોરીંગ ઓફીસર અને મેમ્બર વિજય મેનન, અમદાવાદ આઈએમએમના પ્રો. એન. રવિચંદ્રન, સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ સ્વામી શુદ્ધિદાનંદજીની ખાસ ઉપસ્થિતિ રહેશે.

આ ઉપરાંત ડેક્ષટેરીટી ગ્લોબલ સંસ્થાના સ્થાપક અને સીઈઓ અને ઈન્ડીયન યુથ આઈકોન તરીકે ઓળખાતા શરદ સાગર પણ ભાગ લેશે. તેઓ વૈશ્વિક સ્તરે જાણીતા ઉદ્યોગ સાહસિક છે.

આ રાષ્ટ્રીયસ્તરના સેમિનારમાં ઈમ્પોર્ટન્સ ઓફ ઈન્ડીયન એથોસ ફોર મોડર્ન મેનેજમેન્ટ, ઈન્ડીયન એથોસ ફોર યુથ લીડરશીપ, લેસન ફ્રોમ ઈન્ડીયન સ્ક્રિપ્ચર ફોર ઈફેકટીવ લીડરશીપ, કોર્પોરેટ  ચાણક્ય ફોર સકસેસફુલ મેનેજમેન્ટ, ઈન્ડીયન એેથોસ ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રેકિટકલ વેદાંત એન્ડ ટ્રસ્ટશીપ મેનેજમેન્ટ, મેડીટેશન ફોર એકસેલન્સ ઈન કોર્પોરેટ લાઈફ,  સ્વામી વિવેકાનંદ એન્ડ સરવન્ટ લીડરશીપ, મેનેજમેન્ટ લેસન ફોર ગીતા, રીલેવન્સ ઓફ પંચતંત્ર સ્ટોરીઝ ઓફ મેનેજમેન્ટ, ઈન્ડીયન એથોસ ફોર પ્રોડકટીવીટી, પ્રોસ્પરીટી એન્ડ પીસ, ઈન્ડીયન એથોસ એટ વર્ક એકસપેરીમેન્ટ એન્ડ એકસપિરીયન્સ સહિતના વિષયો પર તજજ્ઞો દ્વારા વિચાર વલોણું યોજાશે. તેમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીની યાદીમાં જણાવાયુ છે.

(4:01 pm IST)