Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સાયકલોફનની તૈયારી પુરજોશમાં : ભારે ઉત્સાહ

અત્યાર સુધીમાં ૧૨૦૦ નું રજીસ્ટ્રેશન : હજુ તા.૧૨ સુધી તક : શહેરનું પર્યાવરણ સુધારવાની નેમ : ૧૫ મીએ સાયકલો દોડશે : ૨૫ અને ૫૦ કિ.મી.ની બે ઇવેન્ટ : નિરધારીત સમયમાં ટ્રેક પૂર્ણ કરનારને ઇનામોથી નવાજાશે

રાજકોટ તા. ૪ : રંગીલા રાજકોટને રળીયામણું બનાવવા એટલે કે લીલુછમ બનાવી રાખવા સૌને સાયકલ ચલાવવાનો સંદેશો રોટરી કલબ ઓફ મીડટાઉન દ્વારા પ્રસારીત કરાયો છે. આ અંતર્ગત તા.૧૫ ના સાયકલોફન યોજવામાં આવેલ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે રાજકોટ પ્રદુષણ મુકત બની રહે તે માટે રોટરી કલબ ઓફ મીડટાઉન, રાજકોટ સાયકલ કલબ અને મહાનગરપાલીકા દ્વારા સતત ચોથા વર્ષે સાયકલોફનનું આયોજન કરવામાં આવેલ છે.

તા. ૧૫ ના યોજાનાર આ ઇવેન્ટમાં ૧૫૦૦ સાયકલ સવારો ભાગ લ્યે તેવી તૈયાર રાખવામાં આવી છ.ે અત્યાર સુધીમાં ૧૨૦૦ લોકોએ નામ નોંધાવી દીધા છે. નામનું રજીસ્ટ્રેશન હજુ તા. ૧૨ સુધી ચાલુ રહેશે.

ર૫ અને ૫૦ કિ.મી. એમ બે ઇવેન્ટ રાખવામાં આવી છે. સમય મર્યાદામાં નિરધારીત ટ્રેક પૂર્ણ કરનારને મેડલ અને ઇનામોથી નવાજવામાં આવશે. જયારે ભાગ લેનારને ટીશર્ટ અપાશે.

સાયકલોફનની ૨૫ કિ.મી.ની સવારી ૧.૩૦ કલાકમાં અને ૫૦ કિ.મી.ની સવારી ૩ કલાકમાં પૂર્ણ કરવાની રહેશે.

તા.૧૫ ના રેસકોર્ષથી નવા રીંગરોડ તરફ ફલેટ ઓફ અપાશે. આ ઇવેન્ટમાં ૧૬ વર્ષથી ઉપરના કોઇપણ ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશન માટે રોટરી મીડટાઉન લાયબ્રેરી, અમીન માર્ગ ખાતે રૂબરૂ અથવા મો.૭૫૭૫૦ ૦૮૦૩૮, મો.૭૫૭૫૦ ૦૮૦૫૮ ઉપર સંપર્ક કરી શકાશે.

ઇવેન્ટને ટાઇટલ સ્પોન્સર તરીકે સવન બિલ્ડર્સ અને કો-સ્પોન્સર્સ તરીકે રોલેકસ રીંગ્સ સહીતનાનો સહયોગ સાંપડી રહ્યો છે. ઉપરાંત શહેર પોલીસ, મહાપાલિકા, જિલ્લા કલેકટર, સૌ.યુનિ. સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસો.નો પણ સહયોગ મળેલ છે.

સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન અને બાયસીકલ મેયર ઓફ રાજકોટ  દિવ્યેશ અઘેરા, રાજકોટ સાયકલ કલબના લીડર પ્રતિક સોનેજી, ભાવિન દેડકીયા, કલબ પ્રેસીડેન્ટ જીજ્ઞેશ અમૃતિયા, કો-ચેરમેન દીપક મહેતા, સેક્રેટરી વિશાલ અંબાસણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા દિવ્યેશભાઇ અઘેરા, પ્રતિકભાઇ સોનેજી, ભાવિનભાઇ ડેડકીયા, ધર્મેશભાઇ ચોલેરા, નીતાબેન મોટલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:59 pm IST)