Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

નશાખોરો અને દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવતઃ ૧૯ દરોડા

દારૂ સાથે ૧૬ પકડાયા, ત્રણ ભાગી ગયાઃ દારૂ પીધેલા ૪ ઝપટે ચડ્યા

રાજકોટ તા.૪ : શહેરના અલગ અલગ સ્થળે પોલીસ દ્વારા દેશીદારૂ અંગે મેગાડ્રાઇવ રાખવામાં આવી હતી. પોલીસે ૧૯ સ્થળોએ દેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી ૧૬ શખ્સોને પકડી લીધા હતા.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમહોન સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે.એચ.સરવૈયા તથા તમામ એસીપીશ્રીઓએ આપેલી સુચનાથી જુદા જુદા વિસ્તારમાં દરેક પોલીસ મથકની ટીમે દરોડા પાડયા હતા.

જેમાં ગઇકાલે પાડેલા દરોડામાં એ ડીવીઝન પોલીસે ભવાનીનગર શેરી નં.૭માંથી અશ્વીન નારણભાઇ બારીયા રૂ.૬૦ ના દેશીદારૂ સાથે, ગોડાઉન રોડ, કલ્યાણ સોસાયટી શેરી નં.૧ પાસેથી વિજય ભીખુભાઇ જરીયા રૂ.૬૦ના, લોહાનગરમાંથી ઉષા ઉર્ફે ડોન વેરશીભાઇ પરમાર રૂ.૪૦ના, નવયુગપરા શેરી નં.૭માંથી કંચન દિનેશભાઇ સાગઠીયા રૂ.૮૦ના દેશીદારૂ સાથે જયારે બી ડીવીઝન પોલીસે મોરબી રોડ વેલનાથપરા સામેથી રણછોડ લક્ષ્મણભાઇ મકવાણા રૂ.૧૬૦ ના ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવાગામ જવાના રસ્તા પરથીરહીમ અયુબભાઇ ખલીફા રૂ.૮૦ ના દેશીદારૂ સાથે તથા થોરાળા પોલીસે ચુનારાવાડ આજીદીના કાંઠેથી દેવા કાનાભાઇ શિયાળ રૂ.૧૦૦ ના, ઢેબર કોલોની ઝુપડપટ્ટીમાં ઝૂપડામાંથી રૂ.૧૦૦નો દેશીદારૂ કબજે કરી નિમુ રમેશભાઇ વાઘેલાની શોધખોળ આદરી છે.કુવાડવા રોડ પોલીસે કુવાડવા જીઆઇડીસી મેલડીમાની ધાર પાસે મકાનમાંથી લાભુ ગેલા દેવીપુજકને રૂ.૧૦૦ ના નવાગામ આણંદપર દેવનગરમાંથી રવી નાગજીભાઇ કોળીને રૂ.૩૦૦ના દેશીદારૂ સાથે તથા આજીડેમ પોલીસે કોઠારિયા ચોકડી પાસેથી રૂ.૧૪૦નો દારૂ કબ્જે કરી જોશના મુકેશ ડાકકીયાની શોધખોળ આદરી છે. જયારે માલવીયાનગર પોલીસે આંબેડકરનગર શેરી નં. પમાંથી પ્રવીણ નાગજીભાઇ સોલંકીને રૂ.૧૬૦ ના, પ્ર.નગર પોલીસે કીટીપરા મફતીયાપરામાંથી રૂ.૬૦ના દેશી દારૂ સાથે સંજય ટપુ વાઘેલાને, ગાંધીગ્રામ પોલીસે માધાપર ગામ જુના કોળીવાસમાંથી રૂ.રર૦ના દારૂ સાથે ભરત નાથાભાઇ ભાલોડીયાને રૈયા ચોકડી પાસેથી હર્ષદ ખીમજીભાઇ રાઠોડને રૂ.૬૦ ના દારૂ સાથે તથા તાલુકા પોલીસે મોટામવા ગામ પાછળથી હકુ બેનાભાઇ મદુરીયાને રૂ.૧૪૦ના પુનીતગનર ટાંકની સામે ઝુપડપટ્ટીમાંથી મુન્નો વેરશીભાભઇ સોલંકીને રૂ.૧૮૦ ના દારુ સાથે તથા રવેચીનગરમાં ગૌરી બાવકુભાઇ રાઠોડના મકાનમાંથી રૂ.૧૬૦ નો દારૂ કબ્જે કર્યો હતો. જયારે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરામાંથી ઉષા વિશાલભાઇ વાઘેલાને રૂ.૧૪૦ના દેશીદારૂ સાથે પકડી લીધો હતો.

દારૂ ઢીંચી વાહન ચલાવતા ૪ ઝબ્બે

ભકિતનગર પોલીસે બોલબાલા મેઇન રોડ પર ગીતાંજલી પાર્ક પાસેથી દારૂ પી એકટીવા લઇને નીકળેલા કાદર રહીમભાઇ પરમારને, આજીડેમ પોલીસે રણુજા મંદિર સામે લાપાસરી રોડ પરથી દારૂ પી જીજે.-૩ એફ.એચ. ૪૯પપ નંબરનુ બાઇક લઇને નીકળેલા જગદીશ મધુભાઇ રંગપરાને ખોખળદડ નદીના પુલ પાસેથી સંજય ગીરધરભાઇ સોલંકીને દારૂ પીધેલી હાલમાં પકડી લીધો હતો જયારે યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ કીડની હોસ્પીટલ પાસે ચોકમાંથી વરીયાન જયંતીભાઇ જોષીને દારૂ પીધેલી હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:50 pm IST)