Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રાજકોટ સ્થિત સાસરીયાએ છુટાછેડા માટે દબાણ કરતા મોરબીની પરિણતાએ ફિનાઇલ પી લીધું

પતિ સમીર કાતીયાર અને સાસરીયા તારો બાપ ભિખારી છે, તેમ કહી ત્રાસ આપી છુટાછેડા માટે ઝઘડા કરતા : પોલીસ ફરીયાદ

મોરબી,તા.૪: મોરબીના કાલિકા પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતાને રાજકોટ સ્થિત સાસરીયાઓએ કરિયાવર બાબતે મેણા-ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી છુટા છેડા આપી દેવા દબાણ કરી ઝધડો કરતા પરિણીતાયે  કંટાળી જતા ફીનાઈલ પી જતા મોરબી સારવારમાં ખસેડવામાં આવીછે. આ અંગે  મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

મોરબીના કાલિકા પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા અને હાલ રાજકોટ ભગવતી પરામાં રહેતા મરજીનાબેન સમીરભાઈ કાતીયારને આરોપી પતિ સમીરભાઈ ખમીસભાઈ કાતીયાર, સાસુ રોશનબેન ખમીસાભાઈ કાતીયાર, જેઠ શીરાજભાઈ ખમીસાભાઈ કાતીયાર, જેઠાણી રૂકશાનાબેન શીરાજભાઈ કાતીયાર અને દિયર અમિતભાઈ ખમીસાભાઈ કાતીયાર રહે-બધા રાજકોટ વાળાએ ફરિયાદી મરજીનાબેનને કહેલ કે આનો બાપ ભિખારી છે અને કરિયાવરમાં હલકી અને ઓછી વસ્તુ આપેલ છે તેમ મેણા-ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી છુટા છેડા દેવા દબાણ કરી નાની નાની બાબતોમાં ઝધડાઓ કરી ગાળો આપી અવારનાવર માર કૂટ કરતા ફરિયાદી મરજીનાબેનએ કંટાળી જઈ પોતાના દ્યરે પોતાની મેળે ફિનાઈલ પી લેતા મોરબી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે મામલે મરજીનાબેનએ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.(૨૨.૧૫)

 

બેડીપરામાં આજી નદી કાંઠે બિરાજમાન પોૈરાણિક વાસંગીદાદાના મંદિરમાંથી ચાંદીની મુર્તિની ચોરી

મુર્તિની કિંમત આશરે દોઢ લાખઃ પાંચેક વર્ષ પહેલા કોઇ ભકતએ મુર્તિ ચડાવી હતીઃ પુજારી અને આગેવાને પોલીસને જાણ કરી

તસ્વીરમાં હાલનું શ્રી વાસંગીદાદાનું મંદિર, ઇન્સેટમાં પોૈરાણીક દેરી તથા બાજુમાં જે ચાંદીની મુર્તિ ચોરાઇ ગઇ તેનો જુનો ફોટો (રાઉન્ડ કર્યુ છે એ મુર્તિ ચોરાઇ ગઇ છે) નજરે પડે છે

રાજકોટ તા. ૪: તસ્કરો મકાનો, દૂકાનો અને બીજા સ્થળોને અવાર-નવાર નિશાન બનાવતાં હોય છે. ઘણીવાર ધાર્મિક સ્થાનોમાં પણ ત્રાટકે છે. બેડીપરા આજી નદીના કાંઠે બીરાજતા પોૈરાણિક વાસંગીદાદાના મંદિરમાંથી તસ્કરો આશરે દોઢ લાખની કિંમતની ત્રણ કિલો વજનની ચાંદીની મુર્તિ ચોરી જતાં વિસ્તારના ધર્મપ્રેમીઓમાં કચવાટની લાગણી ઉભી થઇ છે.

જાણવા મળ્યા મુજબ બેડીપરા આજી નદી કાંઠે વર્ષોથી બિરાજતાં વાસંગી નાગદેવતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. અહિ કોઇ ભકત દ્વારા ચાંદીની ત્રણ કિલોની મુર્તિ ઘણા સમય પહેલા ચડાવવામાં આવી હતી. આ મુર્તિ શુક્રવારે વહેલી સવારે સાડા ત્રણથી સાડા પાંચ સુધીના સમયગાળામાં કોઇ ચોરી ગયું છે.

આ વિસ્તારમાં માલધારી સમાજ, રાજપૂત સમાજ, કોળી સમાજ, પટેલ સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે. આટલા વર્ષોમાં પહેલી વખત આ મંદિરમાં ચોરીનો બનાવ બન્યાનું લોકો કહે છે. મંદિરના પુજારી વિનુભાઇ કેશુભાઇ ગોસાઇ અને વિસ્તારના આગેવાન કિરીટસિંહ ડોડીયાએ આ અંગે  પોલીસને લેખિતમાં ફરિયાદ અરજી આપી છે. આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ વધારવા માટે પોલીસ સમક્ષ માંગણી કરવામાં આવી છે.

તસ્કરોએ તાળુ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ તાળુ તુટ્યું નહોતું. જેથી જાળી પહોળી કરીને અંદર પહોંચી મુર્તિની ચોરી કરી હતી.આશરે સવાસો વર્ષ જુનુ આ મંદિર છે. 

એ પછી પાંત્રીસ વર્ષ પહેલા બેડીપરાના સર્વે સમાજ દ્વારા નવા મંદિરનું નિર્માણ કરાયું હતું.

 તે વખતે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. પાંચ વર્ષ પહેલા કોઇ ભકતએ ચાંદીની મુર્તિ ચડાવી હતી. દર નાગ પાંચમે અહિ મોટો મેળો ભરાય છે અને શહેરભરમાંથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. પોલીસ સત્વરે ચોરને શોધી કાઢે તેવી માંગણી ઉઠવા પામી છે.

(3:49 pm IST)