Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

૨૯મીએ રાજકોટમાં રઘુવંશી પરીચય મેળો

જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા : ૩૦૦થી વધુ યુવક- યુવતીઓ ભાગ લેશેઃ ડીરેકટરી પણ અપાશેઃ ફોર્મ વિતરણ

રાજકોટ,તા.૪: જય રઘુવીર વેવીશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા રાજકોટમાં તા.૨૯ ડીસેમ્બરના રવિવારના રોજ રાજકોટ ખાતે ચોથો અને કેન્દ્રનો છઠા પરિચય મેળાનું આયોજન શ્રી કેસરીયા લોહાણા મહાજન વાડી (એ.સી.હોલ) કે.કે.વી.ચોક પાસે સેમસન પ્લાઝા વાળી શેરી કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ પરિચય મેળાનો સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઈની રઘુવંશી સંસ્થાઓ તથા મહાજનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરિચય મેળામાં અત્યાર સુધીમાં આશરે ૨૦૦ ઉપરાંત એન્ટ્રીઓ આવી ચુકેલ છે. આ પરિચય મેળામાં દિકરીઓની ફી તદ્દન નીઃશુલ્ક રાખવામાં આવેલ છે. આ પરિચય મેળાનાં ફોર્મ પરત લેવાની તા.૧૭/૧૨ છે.

આ લગ્ન વિષયક સમારોહમાં ભાગ લેવા ઈચ્છતા વડીલોએ વિશેષ માહિતી માટે જય રઘુવીર વેવીશાળ માહિતી કેન્દ્રના સંચાલક નરેન્દ્રભાઈ પુજારા મો.૯૯૭૯૨ ૧૯૦૪૮ તથા સુનીતાબેન પુજારા મો.૯૫૧૨૪ ૪૨૯૮૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ પરિચય મેળામાં લગ્ન વિષય ડીરેકટરી પણ બહાર પાડવામાં આવનાર છે.

તસ્વીરમાં લોહાણા સમાજના આગેવાનો સર્વશ્રી નરેન્દ્રભાઈ પુજારા, હરેશભાઈ કોટક, કિરીટભાઈ કેશરીયા, હેમંતભાઈ વસાણી, ભુપેન્દ્રભાઈ ઉનડકટ, અમરશીભાઈ રૂઘાણી, રાજુભાઈ જોબનપુત્રા, જયંતભાઈ બુધ્ધદેવ, નરેન્દ્રભાઈ તન્ના, કમલભાઈ ભાયાણી, રાજુભાઈ સેજપાલ, પીયુષભાઈ તન્ના, બ્રીજેશભાઈ શીંગાળા, યોગેશભાઈ રાડીયા નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:46 pm IST)