Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

'આપણા ઘરમાં રખાય નહિ ' કાઢી મુક.. કહી વાલ્મીકીવાડી પાસે કવાટરમાં સાવીત્રી બેનને ત્રાસ

પતિ અમીત વાઘેલા અને જેઠ જીતુ વાઘેલા સામે ગુનો

રાજકોટ તા.૪: શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી સામે આરએમ.સી કવાટરમાં સાસરીયુ ધરાવતી પરિણીતાને શંકા-કુશંકા કરી 'આવીને તો આપણા ઘરમાં રખાય નહી ઘરમાંથી કાઢી મૂક' 'તે આપણા ઘરને લાયક નથી ' પતિ અને જેઠ મેણાટોણા મારી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતિ વિગત મુજબ શાસ્ત્રીનગર મેઇન રોડ પર  રેફયુજી કોલોની ગર્વમેન્ટ કવાટર્રર ડી/૧૮૪માં માવતરના ઘરે છેલ્લા ત્રણ માસથી રીસામણે આવેલ સાવીત્રીબેન અમિત વાઘેલા (ઉ.વ.૨૮)એ  મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જામનગર રોડ પર વાલ્મીકીવાડી સામે આર.એમ.સી. કવાટર બ્લોક નં. ઈ. ૩૦૩માં રહેતા પતિ અમિત કિશનભાઇ વાઘેલા તથા જેઠ જીતુ કિશનભાઇ વાઘેલાના નામ આપ્યા છે. સાવિત્રીબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે , પોતાના પાંચ વર્ષ પહેલા  વાલ્મીકીવાડી સામે આરએમસી કવાટરમાં રહેતા અમીત વાઘેલા સાથે લગ્ન થયા હતા. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. લગ્ન બાદ પોતાનો ઘર સંસાર  સારી રીતે ચાલેલ બાદ જેઠ નજીવી બાબતે અવાર - નવાર ટોક - ટોક કરી પતિ અમિતને ચડામણી કરતા પતિ  ગાળો આપી મારકુટ કરતો હતો. પતિને દારૂ પીવાની ટેવ હોય , તેવી તે ઘરખર્ચના રૂપિયા પણ પુરા આપતા નહી. પોતે ગર્ભવતી હતી ત્યારે પણ સાસરીયાઓ  તપાસ માટે હોસ્પિટલે લઇ જતા નહી અને સાર-સંભાળ ન લેતા પોતાને અધુરા મહિને બાળકનો જન્મ થતા તે મૃત્યુ પામેલ હતુ. જો કે જીતુ વાઘેલા પોતાના પર શંકા - કુશંકા કરી પતિને ચડામણી કરી અવાર-નવાર કહેતા કે, 'આવીને તો આપણા ઘરમા રખાય નહી ઘરમાંથી કાઢી મુક , તે આપણા ઘરને લાયક નથી ' કહી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. થોડા સમય પહેલા પતિએ ઝઘડો કરી ગાળો આપી મારકુટ કરી 'હવે અમારા ઘરમાં પાછી આવતી નહી નહીતર જાનથી મારી નાખીશુ' તેવી ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી હતી. આવી રીતે પોતે મારથી પાંચ વખત માવતરે રીસામણે આવ્યા હતા. પરંતુ પોતાને ઘર સંસાર ચલાવવો હોઇ તેથી માતા પિતા આશ્વાસન આપતા તેથી પોતે સાસરીયે પરત જતા રહેતા હતા.

ગત તા. ૨૫/૮ના રોજ પતિ અમીતે નજીવી બાબતે ઝઘડો કરી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા પોતે માવતરના ઘરે આવી જતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એએસઆઇ જે.જે. માઢકે તપાસ હાથ ધરી હતી.

સદર બજારની ભીલવાસમાં શેરી નં. ૧માં માવતર ધરાવતી શકીના મુજાહીદ કટારીયા (ઉ.વ.૨૦)એ મહિલા પોલીસ મથકમાં ફરીયાદમાં નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટી શેરી નં.૧માં રહેતા પતિ મુજાહીદ મહમંદભાઇ કટારીયા , સાસુ હવાબેન કટારીયા અને સસરા મહંમદભાઇ કટારીયાના નામ આપ્યા છે. શકીના એ ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાના દોઢ વર્ષ પહેલા પરમેશ્વર સોસાયટીમાં રહેતા મુજાહીદ કટારીયા સાથે લગ્ન થયા હતા. લગ્નના એક માસ બાદ પતિ ઘરની નાની-નાની  વાતમાં ઝઘડો કરી ગાળો આપી મારકુટ  કરતો હતો. અને સાસુ ,સસરા 'તુ તારા માવતરના ઘરેથી કાંઇ જ લઇ આવી નથી ' અને ઘરમાં કામ કરવા બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. તેમજ પતિને સતામણી કરતા તે ઝઘડો કરી મારકુટ કરતો હતો. તથા સાસુ અને સસરા પણ 'તુ કાઇ કામની નથી' તેમ કહી શારિરીક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ ત્રાસથી કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ , એન.એસ.સવનીયાએ તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)