Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સૂર સંસાર હવે પેટ પકડીને હસાવશેઃ ૧૩મીએ નાટક ''પ્રેમનો પબ્લીક ઈસ્યુ''

રાજકોટ,તા.૪: ''સૂર- સંસાર'' શહેરની એક આગવી અને અનોખી જુના ફિલ્મી ગીતોના માધુર્ય, આલ્હાદક સંગીત અને ભાવસભર શાયરી- કાવ્ય રચનાઓ જે શ્રોતાઓના દિલને આનંદમાં અને શાંતિમાં તરબતર કરી સતત આલ્હાદ આપે તે વારસો જાળવવા પ્રતિબધ્ધ સંસ્થા છે.

''સૂર- સંસાર'' પોતાની પ્રવૃતિ સતત અડીખમ રાખી ૨૫ વર્ષ પુરા કરાવવામાં, રજત જયંતિ ઉજવવામાં વ્યસ્ત છે. સ્હેજે સંસ્થાના સહભાગીઓ આ પ્રસંગે કાંઈક વધુ અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. સંસ્થાએ તે અપેક્ષા મશહુર અદાકાર બિશ્વજીતજીને મેગા કાર્યક્રમમાં રજુ કરી છે. પરંતુ સોનામાં સુગંધ ભેળવવા પણ ''સૂર- સંસાર'' પ્રયત્નશીલ છે.

આ પ્રયત્નરૂપે ''સૂર- સંસાર'' તા.૧૩ના રાત્રે ૯:૩૦ કલાકે શ્રી હેમુ ગઢવી નાટયગૃહ (સરગમ કલબ સંચાલિત)માં એક અફલાતુન કોમેડી નાટક ''પ્રેમનો પબ્લીક ઈસ્યુ'', ''સૂર- સંસાર''ના સહભાગીઓ માટે રજત જયંતિની ભેટરૂપે રજુ કરશે. મિત્રો હાસ્યના હોજમાં ધુબાકા મારી હળવા ફુલ થવા કાર્યક્રમ માણવા શ્રી ભગવતીભાઈ મોદી દ્વારા અનુરોધ કરાયો છે.

(3:45 pm IST)