Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

BSNL VRS સ્કીમ પૂરી : રાજકોટના પ૮૬ સહિત ગુજરાતમાં ૬૪૯૦ કર્મચારી-અધિકારીઓ જોડાયા

જાન્યુઆરી બાદ BSNLને તાળા લાગી જાય તેવો ઘાટ : છેલ્લા દિવસે ધસારો રહ્યો... :રાજકોટમાં ડીજીએમ કક્ષાના અધિકારીઓએ VRS મૂકયું : એન્જીનિયરોનું પણ રામ રામ... :ઓકટો-નવેમ્બરનો પગાર નહિ ચૂકવાતા રાજકોટ સહિત દેશભરમાં લંચ અવર્સ દરમિયાન સૂત્રોચ્ચાર

રાજકોટ, તા. ૪ : સરકાર બીએસએનએલને જાણે કે તાળા મારવા તૈયાર થઇ હોય એવો ઘાટ છે. દેશમાં ૭પ ટકા સ્ટાફ ખાલી થઇ જશે. ગુજરાતમાંથી ૬૪૬૭ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. તેને સરકાર ઘરે બેઠા સવાસો ટકાની મર્યાદામાં કોઇ કામ લીધા વગર પગાર ચૂકવવામાં આવશે. બાકીના રપ ટકા કર્મચારીઓમાંથી જ હવે બીએસએનએલનું ગાડુ ગબડાવવામાં આવશે. રાજકોટ ડીસ્ટ્રીકટમાં ૮૦૦માંથી પ૮૬ કર્મચારીઓ જોડાયા છે જેમા કલાસ વન ૧૮ અધિકારીઓ, કલાસ ટુના ૪૬ અધિકારીઓ, કલાસ થ્રીના ૪૪૮ કર્મચારીઓ, કલાસ ફોરના ૭૪ કર્મચારીઓ ડીજીએમ કક્ષાના અધિકારી એમ.જે. જોશી, એન.એન. પીપળીયા, રમેશભાઇ પી. કાલરીયા, બી.એ. મેનપરા, એકાઉન્ટ ઓફીસર આઇ.એચ. પઠાણ, પી.આર. ગઢવી, વોરામેડમ, એજીએમ ડીઇટી કક્ષાના બી.એચ. સંઘાણી, કે.એન. કુંડલીયા, ડીઇટી ગોંડલ સી.બી. રાઠોડ, એજીએમ પીઆરઓ સી.પી. ખીમસુરિયા, ડીઇટી આર.ડી. કાલરિયા, ડી.કે. દુબ્બલ પણ બીએસએનએલને અલવિદા કહી રહ્યા છે અને સ્કીમમાં જોડાઇ ગયા છે. ધોરાજી, જેતપુર, ગોંડલ, મોરબીના ડીવીઝનલ એન્જીનીયરો પણ જોડાયા છે.

વીઆરએસમાં જોડાવાની છેલ્લી તારીખ હતી. દેશના ૭પ.૦ર ટકા જુના કર્મચારીઓએ ભારે હૈયે કમને બીએસએનએલને અલવિદા કહી દીધી છે. આ યોજનામાં રાજકોટ ડીસ્ટ્રીકટ ટેલીફોકમના કુલ ૮૦૦માંથી પ૮૬ કર્મચારીઓએ વીઆરએસના ફોર્મ ભરી દીધા છે. એમાં ૧૮ કલાસ વન અધિકારીઓ પણ જોડાઇ ગયા છે. આ બધાની નોકરીની છેલ્લી તારીખ ૩૧મી જાન્યુઆરી રહેશે. અને તા. ૧ ફેબ્રુઆરીથી એમને પેન્શનમળવા લાગશે. જેટલી નોકરી બાકી રહી હશે એટલા માસનો ૧રપ ટકાથી મર્યાદામાં ઘરે બેઠા પગાર ચૂકવાશે.

દરમ્યાન બીએસએનએલ સત્તાવાળાઓએ કર્મચારીઓને ઓકટોબર અને નવેમ્બર એમ બે માસનો પગાર ચૂકવ્યો નથી. આથી અનેકના આર્થિક વ્યવહાર ખોરવાઇ ગયા છે. આ બાકી રહેતા પગારને સત્વરે ચૂકવવાની માગણી સાથે જયુબીલી એકસચેન્જ ખાતે લંચ અવર દરમિયાન તમામ કર્મચારીઓ એકત્ર થઇને સુત્રોચ્ચર કર્યા હતાં.

(4:24 pm IST)