Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિજય દેશાણી કુલનાયક કે ખલનાયક

વિદ્યાર્થીઓ રમે તો મેદાન બગડે...તાળા મારી દો!

વિદ્યાર્થી કલ્યાણની ડંફાસો મારતા વિવાદાસ્પદ કુલનાયક વિજય દેશાણીની જીદ સામે રમતવીરોમાં રોષઃ સીન્ડીકેટ સભ્યોની રજુઆત ટુંક સમયમાં મેદાન ખોલવા ખાત્રી

રાજકોટ, તા.,૪: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદાસ્પદ  અને જીદી વલણ માટે જાણીતા કુલનાયક વિજય દેસાણી જાણે ખલનાયકની ભુમીકામાં ન હોય તેવો તાલ સર્જાયો છે.

પુર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણીએ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમતમાં પણ કૌશલ્ય જળકાવે તે માટે કરોડો રૂપીયાના ખર્ચે માત્ર વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ, એથ્લેટીક ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડનું નિર્માણ કર્યુ છે.જેનો દોઢ દાયકા પણ વિદ્યાર્થીઓ અને સિનીયર સીટીઝનો લાભ લે છે.

પરંતુ વર્તમાન સતાધીશોને ટેન્ડર અને  પરીક્ષાના રીએેસમેન્ટમાં વધુ ઓતપ્રોત હોય યુનિવર્સિટીની ગરીમા અને અવાર નવાર  લાંછન લાગે છે. છતા કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી.

યુનિવર્સિટીના વિવાદાસ્પદ કુલનાયક  વિજય દેશાણી મોટે ભાગે સતત કોઇને કોઇ વિવાદમાં રહે છે.

તાજેતરમાં શિયાળાની શરૂઆત અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડીયમ સામે આવેલ ૪૦૦ મીટરનું એથ્લેટીક ગ્રાઉન્ડ અને ફુટબોલ ગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાક સમયથી તાળા મારી દેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ અંગે વિવાદાસ્પદ કુલનાયક વિજય દેશાણીને રજુઆત કરતા સૌ કોઇ જવાબ સાંભળીને ચોંકી ઉઠયા હતા.

રજુઆત કર્તાઓ સમક્ષ કુલનાયક  વિજય દેશાણીએ જણાવ્યુંહતુંકે આટલુ મોટુ વિશાળ સરસ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને રમવા થોડુ દેવાય?જો વિદ્યાર્થીઓ આ ગ્રાઉન્ડમાં રમશે તો ગ્રાઉન્ડ બગડી જશે? ગ્રાઉન્ડમાં કોઇને પ્રવેશ ન જ આપવો જોઇએ તેવી જીદ પકડતા રજુઆતકર્તાઓ પણ રોષે ભરાઇને બરાબરનું ચોપડાવી દીધું હતું.

કુલનાયકના ખલનાયક જેવા વલણ સામે વિદ્યાર્થીઓએ સીન્ડીકેટ સભ્યને રજુઆત કરતા તેઓએ કુલનાયક દેશાણીનો સંપર્ક કરતા તેઓને પણ ઉપરોકત જવાબ મળતા તેઓ પણ તેમની નબળી માનસીકતાની પ્રતિતિ થતા તેમને પણ બરોબરનો ઉધડો લીધો હોવાનું જાણવા મળે છે.

વિદ્યાર્થીપ્રેમી ગણાતા સીન્ડીકેટ સભ્યએ યુનિવર્સિટીનુંગ્રાઉન્ડ  વિદ્યાર્થીઓ  માટે રમવા માટે જ છે,વિદ્યાર્થીઓને રમવાની તમામ સુવિધાપુરી પાડવી જોઇએ. તેમાં કોઇ બાંધછોડ ન હોય. ટુંક સમયમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓને રમવા માટે ખોલવામાં આવશે.

(3:45 pm IST)