Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

જાહેરનામાના ભંગના કેસમાં હાર્દિક પટેલ રાજકોટની કોર્ટમાં હાજરઃ હવે ફરી ૧૩ જાન્યુઆરીએ આવશે

રાજકોટઃ જાહેરનામાના ભંગના કેસમાં કોંગ્રેસ અગ્રણી આજે રાજકોટની કોર્ટમાં હાજર થયેલ હતા. પ્રસ્તુત તસ્વીરોમાં હાર્દિક પટેલ મીડીયા સાથે વાતો કરતાં દર્શાય છે. હાર્દિકને જોવા લોકો કોર્ટની બહાર ઉમટી પડયા હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: આગેવાનો સાથે ગેરકાયદેસર મંડળી બનાવી જાહેરનામાનો ભંગ કરવાના ગુન્હાના કામે હાર્દિક પટેલ આજે રાજકોટની અદાલતમાં હાજર થયા હતાં. કોર્ટમાં મુદત પડતાં હવે તા. ૧૩ જાન્યુઆરીની મુદત પડી છે.

બનાવની હકીકત જોઇએ તો તા. ર૯/૧૧/૧૭ના સાંજના પાંચ કલાકે નાના મવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. ગ્રાઉન્ડમાં પાંચેક હજાર વ્યકિતઓનું વોર્ડ નં. ૦૮, ૦૯ તથા ૧૦માં રહેતા પાટીદાર સમાજના લોકોના સ્નેહમિલન માટે મંજુરી માંગવામાં આવતા તે હેતુ માટે મંજૂરી આપવામાં આવેલ તેનો હેતુ ભંગ કરી પાટીદાર અનામત આંદોલન સમીતીના બેનર હેઠળ મહાક્રાંતિના નામથી કાર્યક્રમ કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઇ અને જે હેતુથી સભાની મંજૂરી માંગવામાં આવેલ તે હેતુ છૂપાવી અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું છે તે હકીકત બહાર આવતા વિગતવારનો રિપોર્ટ વિધાનસભાના મતવિસ્તારના પ્રાંત અધિકારી પી. આર. જાની દ્વારા કરી હાર્દિક પટેલ તથા તુષાર નંદાણીએ અન્ય આગેવાનો સાથે ગેરકાયદેસર મંડળી બનાવી સભાસ્થળે અન્ય માણસોને ભેગા કરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંત અધિકારી જાતે ફરીયાદી બની રાજકોટ શહેર માલવીયાનગર પાોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ તથા તુષાર નંદાણી વિરૂધ્ધ ફરીયાદ આપેલ જે ગુન્હાના કામે ચાર્જશીટ થતા અદાલતમાં કેસ બોર્ડ પર આવતા અદાલત તરફથી આરોપીઓને અદાલતમાં હાજર રહેવા સમન્સ પાઠવતા આજરોજ હાર્દિક પટેલ અદાલત સમક્ષ હાજર થયેલ.ઉપરોકત ગુન્હાના કામે રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભવનેશ શાહી, કૃણાલ શાહી તથા ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:44 pm IST)