Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હેલ્મેટના નામે ઉઘરાવેલો દંડ પાછો આપોઃ ઇ-મેમો રદ કરોઃ અશોક ડાંગર

રાજકોટ તા. ૪ : હેલ્મેટના કાળા કાયદા સામે કોંગ્રેસે સરકાર વિરૂદ્ધ જબ્બર સહી ઝૂંબેશનું આંદોલન શરૂ કરતા હેલ્મેટ સામેનો રોષ જોઇ સરકારેએ  હેલ્મેટ મુકિતનો નિર્ણય લેવો પડયો છે. ત્યારે શહેર કોંગ્રેસના આ આંદોલનને જબરી સફળતા મળી છે.આમ છતા શહેર કોંગ્રેસ આ મુદ્દે હજુ આંદોલન ચાલુ રાખશે તેમ શહેર પ્રમુખ અશોક ડાંગરે જાહેર કર્યુ છે.

શ્રી ડાંગરે આ અંગે એક નિવેદનમા જણાવ્યું છે કે રાજય સરકારે આજદિન સુધી શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટની કડક અમલવારી કરાવીને લોકો પાસે રૂ.પ૦૦ જેવો અસહ્ય દંડ વસુલી પ્રજાના કરોડો રૂપિયા લઇ લીધા છે. ત્યારે જો ખરેખર સંવેદનશીલ સરકાર હોય તો હેલ્મેટના નામે ઉઘરાવેલા દંડની રકમ શહેરના નાગરીકોને પરત કરી દેવી જોઇએ અને જે નાગરીકોને ઇ-મેમાં અપાયાછે તે પણ રદ થવા જોઇએ તેવી માંગ આ તકે અશોકભાઇએ ઉઠાવી છે.

(3:43 pm IST)