Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કોંગ્રેસે હેલ્મેટના ઘા કરી તોડી નાખ્યા : ફટાકડા ફોડ્યા : મીઠા મોઢા કરી વિજયોત્સવ મનાવ્યો

રાજકોટ : રાજય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં હેલ્મેટના કાયદાને મરજીયાત બનાવવાના નિર્ણયની જાહેરાત કરતાં શહેર કોંગ્રેસ દ્વારા બપોરે ત્રિકોણબાગ ખાતે હેલ્મેટના ઘા કરી તોડી નાખી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં કાર્યકરો દ્વારા હેલ્મેટ વિરોધી સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. દરરોજ શહેરના અનેક વિસ્તારોમાં શહેરીજનો પાસેથી સહીઓ લેવામાં આવી રહી હતી. જે રાજય સરકાર સમક્ષ મોકલવાની હતી. દરમિયાન આજે રાજય સરકાર દ્વારા હેલ્મેટના કાયદાને મરજીયાત બનાવાતા ત્રિકોણબાગ ખાતે હેલ્મેટ તોડી ફટાકડાઓ ફોડી અને નાગરીકોને મીઠા મોઢા કરી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. તસ્વીરમાં અશોક ડાંગર, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, રણજીત મુંધવા, મહેશ રાજપૂત, પ્રભાતભાઈ ડાંગર સહિતના વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)