Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રાજકોટના યાદવ સહિત ૧૬ આસિસ્ટન્ટ R.T.O બદલીઃ રાજકોટમાં પટેલ મૂકાયા

અમદાવાદ : રાજ્યમાં ૧૬ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ ( વર્ગ-૨ )ની બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટના કુ,.વી.એમ.યાદવને નડિયાદ અને અમરેલીના બી.એમે.સોલંકીને ભાવનગર મુકાયા છે જયારે ગોધરાના આઈ,એસ,ટાંકની અમરેલીમાં બદલી કરાઈ છે અને ભુજના ઉત્તમ બાબુલાલ સોલંકીને જૂનાગઢમાં મુકાયા છે ગાંધીનગરના આરટીઓ ડી.એમ.  પટેલને રાજકોટ મુકાયા છે.

જુન-૨૦૧૮માં વી.એચ યાદવને રાજકોટ આર.ટી.ઓમાં આસિસ્ટન્ટ આરટીઓ તરીકે મુકાયા હતા એ દોઢ વર્ષમાં જ ફરી તેમની રાજકોટથી નડિયાદ બદલી કરાઇ છે. રાજકોટ પોસ્ટિંગ અગાઉ તેઓ અમદાવાદ પૂર્વમાં ફરજ બજાવતા હતા વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યભરના ૨૧ વર્ગ-૨ના અધિકારીની  બદલી કરી છે.

ગાંધીનગરનાએ  આરટીઓ  સી .ડી. પટેલને  ભુજ આરટીઓ  તરીકે મુકાયા છે.

(11:56 am IST)