Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

રૈયા રોડ પર ખાણીપીણીનો હોકર્સ ઝોન બંધ કરવા રજૂઆત

જીવનનગર વિકાસ સમિતિ દ્વારા મ્યુ. કોર્પોરેશનનાં હોદેદારોને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆતઃ હોકર્સ ઝોનથી ટ્રાફીકજામ-ગંદકીની સમસ્યાથી લતાવાસીઓ ત્રાહીમામ

રાજકોટ, તા. ૪ :. શહેરનાં રૈયા રોડ તથા રૈયા ચોક પાસેનાં ખાણી-પીણીનો હોકર્સ ઝોન બંધ કરાવવા જીવનનગર વિકાસ સમિતીએ મ્યુ. કોર્પોરેશનમાં રજૂઆત કરી છે.

આ અંગે જીવનનગર વિકાસ સમિતિના નેજા હેઠળ મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયુ છે કે 'રૈયા રોડ પર વચ્ચેના ભાગે રૈયા ચોકડીથી કનૈયા ચોક સુધીના વિસ્તારને મ્યુ. કોર્પોરેશનના વહીવટી વિભાગે હોકર્સ ઝોન જાહેર કર્યો છે અને ખાણીપીણીની રેકડીઓને મંજુરી આપી છે. જે આ વિસ્તારના રહેણાંક મકાનો જ માત્ર ૮૦ ફુટ જ દૂર છે. આ રેકડીઓ દ્વારા જાહેરમાં એંઠવાડની ગંદકી ઠલવાય છે, એટલુ જ નહી હોકર્સ ઝોનથી રસ્તો સાંકડો બની ગયો છે અને ટ્રાફીકજામની મહાસમસ્યા સર્જાઈ રહી છે.

આમ આ હોકર્સ ઝોનની ગંદકી-ટ્રાફીકજામથી લતાવાસીઓ અત્યંત ત્રસ્ત થઈ ગયા હોય આ સ્થળેથી હોકર્સ ઝોન રદ કરી રસ્તો પહોળો કરવા લતાવાસીઓએ માંગ ઉઠાવી છે.

(4:01 pm IST)