Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ટેકસ વસૂલવા ઈન્કમટેક્ષ દ્વારા હરરાજી : ૭૦ કંપનીના શેર્સ વેચવા મારવાડી શેર્સ ફાયનાન્સની કસ્ટોડીયન તરીકે નિમણુંક

પ્રિન્સીપાલ કમિશ્નર અજીતકુમારસિંહાના માર્ગદર્શન તળે રિકવરી ઓફીસર ટી. એસ. ટીનવાલા, એડી. કમિશ્નર ઉષાબેન શ્રોતે, સી. એમ. કાચા, અંશુમન દેસાઈ દ્વારા હરરાજી બાદ ટેકસની રકમ વસુલાશેઃ ૧૦ માસમાં ત્રીજી હરરાજી

રાજકોટ, તા., ૪: ભારત સરકારના આયકર વિભાગે હવે કર વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. તેમાંય રાજકોટ આયકર વિભાગના ટેકસ રિકવરી વિભાગે છેલ્લા ૧૦ માસમાં ૩ હરરાજી કરી બે કરોડથી વધુ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી છે.

ર૦ વર્ષ પુર્વે રાજકોટમાં ઇન્કમ ટેકસના દરોડા દરમિયાન ૩પ લાખનો ં ટેકસ નિકળતો હોય જે ન ભરતા આખરે કરદાતાની સહમતીથી ૭૦ કંપનીના શેર્સની હરરાજી આજે યોજવામાં આવી હતી.

આવક વેરા વિભાગના ૭ માં માળ ઉપર આવેલ કોન્ફરન્સ હોલમાં પ્રિન્સીપલ કમિશ્નર શ્રી અજીતકુમાર સિન્હા , એડીશ્નલ કમિશ્નર ઉષાબેન શ્રોતે , એડીશ્નલ કમિશ્નર સી.એમ.કાચા,રીકવરી ઓફીસરશ્રી ટી.એસ.ટીનવાલા અને ઇન્સ્પેકટર  અંશુમન દેસાઇ દ્વારા યોજાયેલ બીએસઇ અને એનએસઇ લીસ્ટેડ ૭૦ કંપનીના શેર્સની હરરાજીમાં સૌરાષ્ટ્ર સ્ટોક એક્ષચેંજના પ્રતિનિધિ, વેપારી મંડળ, ટેકસ કન્સલ્ટ એસોસીએશનના પ્રતિનિધિ મળી કુલ ૪પ  લોકો હરરાજીમાં  ઉપસ્થિત રહયા હતા.

સેબી દ્વારા ફિજીકલ  શેર્સનું વેચાણ ન થતું હોય ઇન્કમ ટેકસ એકટ ૧૯૬૧ સેકન્ડ રૂલ ૪૬ હેઠળ મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ કંપનીને કસ્ટોડીયન તરીકે નિમણુંક કરી ૭૦ કંપનીના શેર્સ વેચ્યા બાદ આવેલ રકમ ટેકસ પેટે જમા થશે.

(4:01 pm IST)