Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભીસ્તીવાડમાં પતિએ તાવની દવા લેવા પૈસા ન દેતાં નુરજંહાએ ઝેર પી લીધું

રાજકોટ તા.૪: ભીસ્તીવાડ સ્લમ કવાર્ટરમાં રહેતી નુરજંહાબેન યાકુબભાઇ મોટવાણી (ઉ.૩૫)એ સવારે સાડા પાંચેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે પ્ર.નગર પોલીસને જાણ કરતાં હેડકોન્સ. આનંદભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ નુરજહાબેનના લગ્ન પંદર વર્ષ પહેલા થયા છે. પાંચ વર્ષથી તેણી માવતરના ઘરે રિસામણે હતી. બે મહિના પહેલા જ સમાધાન થતાં પતિ પરત લઇ ગયો હતો. તેણીના માતા જીલુબેનના કહેવા મુજબ હાલમાં નુરજંહાને તાવ આવતો હોઇ તેણીએ દવા લેવા પતિ પાસે પૈસા માંગતા તેણે પૈસા ન આપતાં ઝઘડો થતાં ઝેર પી લીધું હતું.

(3:50 pm IST)