Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કરનાર ભકિતનગર પોલીસની ટીમનું ખાસ સન્માન

ધી સોસાયટી ઓફ ધ મેન્ટલ રિટાયર્ડ દ્વારા પ્રસંશાપત્ર પણ અપાયાઃ ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજા અને પી.આઇ. વી. કે. ગઢવીની જાડેજાની ખાસ ઉપસ્થિતિ

ભકિતનગર પોલીસ ટીમ દ્વારા નાઈટ રાઉન્ડ દરમિયાન મળી આવેલ મંદબુદ્ઘિના યુવાન બાબતે ભકિતનગર પોલીસે દિવ્યાંગ વ્યકિત પ્રત્યે સહાનુભૂતિ દાખવી, લાગણી સભર વર્તાવ કરી, તેના પરિવારજનો ના મળ્યા ત્યાં સુધી સારસંભાળ રાખી, લાગણીસભર વર્તન કરી સતત છ કલાક સુધી વાલીવારસને શોધવા માટે જહેમત ઉઠાવી મદિવ્યાંગ ભાઈને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવી આપી માનવતાનું ઉત્ત્।મ ઉદાહરણ પાડી  શહેર પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને આર્થક કરવામાં આવ્યું હતું. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીને બિરદાવવા ધી સોસાયટી ઓફ ધ મેન્ટલ રિટાયર્ડ સંસ્થા દ્વારા વિશ્વ વિકલાંગ દિન નિમિતે પોલીસ ટીમનું સન્માન કરવામાં આવેલ હતું. આજરોજ ૦૩ ડિસેમ્બર વિકલાંગ દિવસ હોઈ, ધી સોસાયટી ઓફ ધ મેન્ટલ રિટાયર્ડ સસ્થાનાઙ્ગ પ્રમુખ વિનોદભાઇ ગોસલિયા, હિતેશભાઈ કાનાબાર, વિજયભાઈ ડોલરીયા, રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શૈલેષભાઈ ઇસરાણી, વિદ્યાર્થીઓ, વાલીઓ ની હાજરીમાં રાજકોટ શહેર ઝોન-૧ ડીસીપી રવી મોહન સૈની, ઈસ્ટ ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા, ભકિતનગર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.કે.ગઢવી, ભકિતનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. બી.બી.કોડિયાતર, પી.એમ.ધાખડા તથા પીસીઆર વાનના ઇન્ચાર્જ હે.કો. નરેન્દ્રસિંહ ગજુભા તેમજ કિશનભાઇ પાંભર સહિતની પોલીસ ટીમનું સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પોલીસને મળી આવેલ હર્ષદભાઈ લોઢિયા તથા તેના ભાઈ મનીષભાઈ લોઢિયા પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.  ભકિતનગર પોલીસ ટીમના તમામ સભ્યોનું પ્રસંશાપત્ર આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.

(3:49 pm IST)