Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મરાઠા સમુદાયને જે લાભ મળ્યા તે ગુજરાતના બ્રાહ્મણોને પણ આપોઃ ઓબીસીપંચમાં રજૂઆત

તસ્વીરમાં સૌરાષ્ટ્ર-કચ્છના લોકલાડીલા અને યુવા અગ્રણી મિલનભાઇ શુકલ, નિશ્ચલભાઇ જોષી, હિતેશભાઇ મહેતા અને મિતેશભાઇ પંડયા વગેરે નજરે પડે છે.

રાજકોટ તા.૪: મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે બીલ લાવશે અને વિધાનસભામાં કાયદો પસાર કરવા તૈયાર થઇ છે. ત્યારે ગુજરાત રાજયમાં બ્રાહ્મણોની કુલ ૬૦ લાખથી વધુ વસ્તીને ધ્યાને લઇ આર્થિક સર્વે કરી વિવિધ લાભો આપવા માંગણી ઉઠાવવામાં આવી છે.

ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાત રાજયની કુલ વસ્તીના આશરે ૯.૫૦% વધુ બ્રાહ્મણો આર્થિક સક્ષમ નથી. ગુજરાત બ્રહ્મસમાજના બ્રાહ્મણો આજે પણ મુખ્ય વ્યવસાય નોકરી અને કર્મકાંડ છે તેમજ નવા વ્યાપાર / ધંધો શરૂ કરવા તેઓ આર્થિક રીતે સક્ષમ નથી ઉપરાંત કમનસીબે સરકાર દ્વારા બ્રાહ્મણોની આર્થિક સદ્ધર જ્ઞાતિમાં ગણતરી કરતી હોવાથી સરકારશ્રી આર્થિક સહાય લાભ આપવાનું વિચારતી નથી.

બ્રહ્મસમાજના લોકોએ ઓબીસી પંચ સમક્ષ પોતાના મુદ્દાઓની રજુઆત કરી જેમાં બ્રાહ્મણ પરિવારોને રિવર્સ કરવાની રજુઆત કરી છે. સર્વે બાદ નબળા પરિવારોને શૈક્ષણિક અને નોકરીમાં લાભ કરવા ભલામણ કરાઇ છે. આમ મામલે ઓબીસી પંચે બ્રાહ્મણ પરિવારોનો સર્વે કરવાની હૈયાધારણા આપી છે.

બ્રાહ્મણોને આર્થિક રીતે સર્વે કરી જે રીતે મરાઠાઓને લાભ મળ્યો છે તે સમકક્ષ બ્રાહ્મણોને પણ લાભ મળે તેવી બ્રહ્મ સમાજે માંગણી કરી છે.

સમસ્ત બ્રહ્મસમાજની રજુઆત ઓબીસી પંચ દ્વારા સ્વીકારવામાં આવી છે તેમણે આર્થિક રીતે સર્વેની તૈયારી બતાવી છે.

મરાઠાઓને આપવામાં આવ્યું તે રીતે બ્રાહ્મણોને અનામત મળે તેવું સમસ્ત બ્રહ્મસમાજ રાજયકક્ષાના મહામંત્રી યજ્ઞેશભાઇ દવેની રાહબરી હેઠળ વિવિધ સંસ્થાઓ દ્વારા રજુ કરાયેલ છે.

(3:46 pm IST)