Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કુંવરજીભાઈનું સ્વાર્થનું રાજકારણઃ સરળ ચહેરા પાછળ નબળુ વ્યકિતત્વ લોકોએ પારખી લીધુ

ઈન્દ્રનિલભાઈ દ્વારા આવતીકાલથી જસદણ તાલુકાના વિવિધ ગામોમાં ગૌશાળાના લાભાર્થે ડાયરા

રાજકોટ,તા.૪: જસદણ તાલુકામાં રાજકારણ ગરમાયું છે. મંત્રી કુંવરજીભાઈ અને કોંગ્રેસમાંથી અવસર નાકીયાએ દાવેદારી નોંધાવી છે. બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર- પ્રસારની કામગીરીનો ધમધમાટ થઈ રહ્યો છે. ત્યારે કુંવરજીભાઈને હરાવવા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજયગુરૂની ટીમે કમરકસી છે.

ઈન્દ્રનિલભાઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિધાનસભામાં બિનભ્રષ્ટ વ્યકિત જાય તે અગત્યનું છે. મારા જસદણના ૮૫ ગામોના પ્રવાસ દરમ્યાન એવું જાણવા મળ્યું કે કુંવરજીભાઈ સ્વાર્થનું રાજકારણ ખેલી રહ્યા છે. સરળ ચહેરા પાછળનું વ્યકિતત્વ લોકોએ પારખી લીધુ છે. વિધાનસભામાં બિનભ્રષ્ટ વ્યકિત જાય તે અગત્યનું છે. ઈન્દ્રનિલભાઈએ વધુમાં જણાવેલ કે લોકશાહીમાં લોકજાગરણના દરેક ગામોમાં ગૌશાળાના લાભાર્થે તા.૫ ડીસેમ્બરથી ૧૭ ડીસેમ્બર સુધી જસદણ તાલુકાના ભંડારીયા, વિંછીયા, મોધુકા, કમળાપુર, સાણથલી જેવા ગામોમાં ગૌશાળાના લાભાર્થે ડાયરાઓ યોજાશે.

તેઓએ જણાવેલ કે જસદણમાં મતદાન થવાનું છે ત્યારે સારા અને સાચા વ્યકિતને જ મત આપજો. તે કોઈપણ પક્ષનો હોય કે અપક્ષ ઉમેદવાર હોય. કોઈ ઉમેદવાર યોગ્ય ન લાગે તો ''નોટા''ને મત આપજો. મારી દ્રષ્ટિએ કુંવરજીભાઈ ભ્રષ્ટ નેતા છે. જયારે અવસર નાકીયા જાહેરજીવનમાં બિનભ્રષ્ટ વ્યકિત રહ્યા છે.

(3:45 pm IST)