Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જીનિયસ સુપર કિડસ દ્વારા મનો-દિવ્યાંગ બાળકો માટે વોકેશનલ સેન્ટરનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ : જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે છેલ્લા ૫ વર્ષથી સોેરાષ્ટ્ર અને રાજકોટના મનો -દિવ્યાંગ બાળકો માટે જીનિયસ સુપર કિડસ સેન્ટર કાર્યરત છે. સેન્ટર ખાતે મનો -દિવ્યાંગ બાળકોને સ્વનિર્ભર બનાવવાના હેતુથી પ્રિ-વોકેશનલ ટ્રેનીંગ આપવામાં આવે છે. વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરનું લોકાર્પણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું. જીનિયસ સુપર કિડસ થેરાપી સેન્ટરમાં સ્પેશિયલ બાળકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જુદા જુદા થેરાપી ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં વિઝયુઅલ સ્ટિમ્યુલેશન થેરપી ઝોન, ફિઝીયો થેરપી ઝોન, સેન્સરી, ઇન્ટિગ્રેશન થેરપી ઝોન, અને ઓકયુપેશનલ થેરપી ઝોન મનો-દિવ્યાંગ બાળકોના માનસિક અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને કાર્યલક્ષી અભ્યાસક્રમ અને થેરેપી સેન્ટર તેમના જીવનમાં ઉજાસ પાથરી રહયા છે. આ મોજુદા વ્યવસ્થામાં ઉમેરો કરતા. આ બાળકોને પગભર કરવા અને તેમનામાં છુપાયેલ આવડતને બહાર લાવી, તેને સ્વનિર્ભર બનાવવા માટે પ્રિ-વોકેશનલ ટ્રેનિંગ આપવા, આ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. અહીં બાળકોને કોમ્પ્યુટર ટ્રેનિંગ તેમજ ચોકલેટ મેકીંગ વગેરેની જેવી ટ્રેનિંગ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે, જેથી તે સ્વનિર્ભર બની શકે. આ લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મનો-દિવ્યાંગ બાળકો પ્રત્યે સ્નેહ વ્યકત કરી તેમની આશિષ આપ્યા હતા. સંચાલકને માનવસેવાની પ્રવૃતિ માટે અભિનંદન આપ્યા. આ તકે મુખ્ય અતિથિ તરીકે ફુલછાબના તંત્રી કોૈશિકભાઇ મહેતા, રમેશભાઇ ટીલાળા, ગીરીરાજ હોસ્પિટલના ડો. મયંકભાઇ ઠક્કર, કેપ્ટન જયદેવ જોષી અને શકિત સ્કૂલ અને રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સુદિપભાઇ મહેતા હાજર રહી બાળકો તથા આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સી.ઇ.ઓ. ડીમ્પલબેન મહેતા તથા જીનિયસ સુપર કિડસના સેકશન હેડ બીજલબેન હરખાણીના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલ તેમજ જીનિયસ સુપર કિડસની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(3:45 pm IST)