Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ડેફેન્ડર ઓફ નેચર દ્વારા રવિવારે રકતદાન કેમ્પ

પર્યાવરણ જાગૃત સાથે માનવતાની મહેક પણ પ્રસરતી રહે તેવા શુભ આશયથી

રાજકોટ તા. ૪ : પર્યાવરણ અને માનવ હીતના રક્ષણ માટે કામ કરતા 'ફેડેન્ડર ઓફ નેચર' દ્વારા આગામી તા. ૯ ના રવિવારે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.

લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેમજ માનવતાની મહેક પ્રસરતી રહે તેવા શુભ હેતુથી રીલાયન્સ મેગા મોલ, સેકન્ડ ફલોર ખાતે યોજવામાં આવેલ આ રકતદાન કેમ્પમાં સ્વચ્છીક રકતદાતન કરવા લોકોએ બહોળી સંખ્યામાં ઉમટી પડવા અનુરોધ કરાયો છે.

ટીમ પ્રેસીડેન્ટ યુગ આર્યા, સેક્રેટરી રચના રૂપારેલીયા, વાઇસ પ્રેસીડેન્ટ મેનેજમેન્ટ યશ લુણાગરીયા, વાઇસ  પ્રેસીડેન્ટ મીડીયા સ્મિત રાજાણી, વાઇસ પ્રેસીડેન્ટ ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ અરવિંદ વાલા, ટ્રેઝરર શનિ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના સભ્યો જહેમત ઉઠાવવી રહ્યા છે.

રકતદાન કરવા તેમજ વધુ માહીતી માટે યુગા આર્યા મો.૯૦૩૩૩ ૧૮૮૮૫ અથવા સેક્રેટરી રચના રૂપારેલીયા મો.૮૯૮૦૬ ૬૯૯૫૭ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. તસ્વીરમાં રકતદાન કેમ્પ અંગેની વિગતો વર્ણવતા 'ડીફેન્ડર ઓફ નેચર'ના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:45 pm IST)