Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અકસ્માત મૃત્યુના કેસમાં મૃતકના વારસોને ચાર લાખના બદલે ર૩ લાખનું વળતર ચુકવવાનો હુકમ

નીચેની કોર્ટમાં ચુકાદા સામેની અપીલમાં હાઇકોર્ટનો ચુકાદોઃ વ્યાજ સહીત ૪પ લાખ ચુકવવા પડશે

રાજકોટ, તા., : ગુજરાત હાઇકોર્ટે વિધવાને આજીવન ગુજરાન ચાલી તેટલી મોટી રકમ ચુકવવા વિમા કંપની ઉપર હુકમકરીને મહત્વનો ચુકાદો આપેલ હતો. જે મુજબ હાઇકોર્ટે અકસ્માતમાં મૃત્યુ પામેલ અને તેઓના વારસોને કોર્ટે રૂ. ૪,૦૦,૦૦૦ ચુકવવા માટેજે ચુકાદો આપેલ તેને હાઇકોર્ટમાં પડકારતા રૂ.ર૩,૦૦,૦૦૦ની મોટી રકમ વળતર ચુકવવા હુકમ કરાયો હતો.

કચ્છ જીલ્લામાં તા.ર૯-૭-૧૯૯૯ના રોજ મમુઆરાથી કુકમા ગામ તરફ મોટર સાઇકલ અને ટ્રક ભટકાતા મોટર સાયકલ ચાલકનું મૃત્યુ નિપજાવેલ. જેમાં ગુજ. હરીશભાઇ પરમારના વારસો જાગૃતીબેને વળતરની રકમ રૂ. ૩પ,૦૦,૦૦૦ મળવા માટે તેઓના વકીલશ્રી શંકરભાઇ સચદે મારફત દાખલ કરેલ હતો. જે કેસમાંકોર્ટે ફકત રૂ.૪,૬પ,પ૦૦ ખર્ચ અને વ્યાજ સાથે મંજુર કરેલ હતા. જેથી આ ઓછીરકમ મળવાના કારણોસર ગુજરનારના વારસોએ ગુજરાત હાઇકોર્ટ ખાતે વધારે રકમ મળવા માટે અપીલ દાખલ કરેલ હતી.

આ અપીલ ગુજરાત હાઇકોર્ટ ખાતે સંભાળવા માટે જસ્ટીસ અકીલ કુરેશી અને જસ્ટીસ  બી.એન.કારીયાની બેંચ સમક્ષ આવતા તે અપીલની સુનાવણી હાઇકોર્ટના એડવોકેટશ્રી ેહેમલ એન.શાહની દલીલો અને જે રજુ થયેલ પુરાવો બતાવતા તે પુરાવાને ધ્યાનમાં લેતા ગુજરાત હાઇકોર્ટે જણાવેલ કે આ કેસમાં આવક અંગેના પુરતા પુરાવાઓ રજુ થયેલ હોવાછતા નીચેની કોર્ટે તે પુરાવાઓને ધ્યાનમાં લીધા વગર અને ગુજરનારકેબલ નેટવર્ક, પરચુરણ વેપારી તથા શેરડીના રસનું વેચાણ કરીને માસીકરૂ. ૪પ,૦૦૦ કમાતા હોવાનું અરજદારનોકેસ હોવા છતા નીચેની કોર્ટે તે પુરાવાઓને ધ્યાનમાં લીધા વગરઅનેગુજરનાર કેબલ નેટવર્ક, પરચુરણ વેપાર તથા શેરડીના રસનું વેચાણ કરીને માસીક રૂ.૪પ,૦૦૦ કમાતા હોવાનું અરજદારનો કેસ હોવા છતા ફકત તેઓ ઇન્કમટેકસ રીટર્ન ફાઇલ ન કરતા હતા તેવાકારણોસર ગુજરનારની આવકને ધ્યાનમાં લીધા વગર અને ગુજરનાર ફકતમાસીક રૂ. ૩૦૦૦ કમાય છે તેવું માનીને તેઓના વારસોને વળતરની રકમ રૂ. ૪,૪૬,પ૦૦ ચુકવવા હુકમ કરેલ છે તે વ્યાજબી નથી અને તે ચુકાદાને મોડીફાઇ (વધારીને) ગુજરનારની માસીક આવક અને ભવિષ્યની આવકનેધ્યાનમાં લઇને માસીક રૂ.૧૭,પ૦૦ ની રકમ ધ્યાનમાં લઇ અને તેઓના વારસોનેવળતરની રકમ રૂ. ર૩,૬૦,૦૦૦ ખર્ચ અને વ્યાજ સહીત ગુજરનારના વારસોને રૂ. ૪પ,૩૦,૯૩ર જેવી મોટી રકમ ચુકવવા માટે વીમા કંપની ઉપર હુકમ કરેલ છે.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરનારના વારસો જાગૃતીબેન વતી હાઇકોર્ટના એડવોકેટ  શ્રી હેમલ એન.શાહ એ હાજર રહીને દલીલો કરેલ હતી.

(3:43 pm IST)