Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

શ્રોફ રોડની લાયબ્રેરીમાં અંધજનો માટે ડીજીટલ અને ઓડીયો બુક વસાવાશે

અમદાવાદની સંસ્થા ૮ હજાર ઓડીયો બુક અડધી કિંમતે મ્યુ.કોર્પોરેશનને આપશેઃ મ્યુ.કમિશ્નર બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા.૩: શહેરના શ્રોફ રોડ પર આવેલ મ્યુ.કોર્પોરેશન સંચાલીત પુસ્તકાલયમાં અંધજનો માટે ૮ હજાર ડીજીટલ અને ઓડીયો બુક વસાવવામાં આવનાર હોવાનું મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ ટુંકમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલયમાં બ્રેઇલ કોર્નર શરૂ કરવાાનું નક્કી કરવામાં આવેલ છે. અંધજનોને પુસ્તકોની સાથે સાથે અંધજનો માટે સ્પેશીયલ બનાવવામાં આવેલ ડીજીટલ ટોકીંગ બુક અને ઓડીયો બુક પણ વસાવવી જરૂરી હોય, આ માટે Technology Center for the blind,blind People’s Association, Ahmedabad  દ્વારા અંદાજીત ૮૦૦૦ જેવી ઓડીયો બૂક તેૈયાર કરવામાં આવેલ છે.

આ માટે સંસ્થાના કો -ઓર્ડીનેટર આર.પી. સોની સાથે કમ્યુનિકેશન કરતા તેમના તરફથી આવા પ્રકારની ઓડીયો બુક અને ઇ-બુક સમાજના અંધજન માટે લાઇબ્રેરી સેવાઓ પુરી પાડતી સંસ્થાઓ જો ખરીદ કરે તો એક ઓડીયો બુકની દસ રૂપિયા કિંમતના બદલે પાંચ રૂપિયામાં એક ઓડીયો બૂક આપવામાં આવે છે.

અંતમાં તેઓએ જણાવેલ હતું કે, આ માટે અંદાજીત પચાસ હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

(3:47 pm IST)