Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગેરકાયદે હથીયારના મામલામાં સંડોવાયેલા ડીસીપીના સરકારી ડ્રાઇવર અબ્દૂલ હાલાને ગમે તે ઘડીએ સસ્પેન્ડ કરાશેઃ હુકમ તૈયાર

રાજકોટઃ શિતલ પાર્ક નજીકથી ક્રાઇમ બ્રાંચે થોડા દિવસ પહેલા ગેરકાયદે હથીયાર સાથે મોહસીન હબીબભાઇ રાજા નામના રિક્ષાચાલકને પકડ્યો હતો. આ ગુનામાં મોહસીને પોતાને હથીયાર ડીસીપીના સરકારી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં અબ્દુલ હાલાએ આપ્યાનું કબુલતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ કમિશ્નર દ્વારા અબ્દુલ હાલાને ગમે તે ઘડીએ સસ્પેન્ડ કરવા હુકમ થઇ શકે છે. આ અંગેનો હુકમ તૈયાર થઇ ગયો છે. (૧૪.૧૧)

(3:39 pm IST)