Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને જન્મદિવસ પ્રસંગે ઠેર-ઠેરથી શભેચ્છાઓ

રાજકોટ શહેર ભાજપના લોકલાડીલા પ્રમુખ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મત વિસ્તાર રાજકોટ-૬૯ પશ્ચિમ હેઠળના રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૯ ના સિનિયર કોર્પોરેટર કમલેશભાઇ મિરાણીનો આજે જન્મદિવસ છે.તા. ૪/૧ર/૭૧ ના રોજ જન્મેલા કમલેશ મિરાણી આજે સફળ જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છ.ે શહેર ભાજપના મંત્રી તરીકે વિધાનસભા-૬૯ના ચુંટણી ઇન્ચાર્જ તરીકે અને ર૦૦પ થી લગલગાટ પ્રજાના સેવક તરીકે ચુંટાઇ વોર્ડના પ્રાથમિક પ્રાણપ્રશ્નોથી લઇ વોર્ડમાં માળખાકિય અને આંતરમાળખાકિય વિકાસ માટે સતત દોડતા રહ્યા છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પદે અને ર૦૦૮માં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે રહી શહેરની જનતાના હીત માટે અનેક નિર્ણયો કરી એક યુવા નેતામાંથી નિર્ણાયક અને નિર્ણય શકિત ધરાવનાર નેતા તરીકે ઉભરી આવ્યા છે ર૦૧૪માં શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. કાર્યકર્તા-ોમાં લોકચાહના, પ્રેમ અને વિશ્વાસ ધરાવતા હોવાથી ર૦૧૬થી તેઓ શહેર ભાજપના પ્રમુખની જવાબદારી સંભાળી છે ત્યારે આ જવાબદારી દરમ્યાન રાજયના પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બન્યા તે વાતનું શહેર ભાજપના કાર્યકર્તા આજે ગૌરવ અનુભવે છે. હાલમાં તેઓ રાજકોટની ચારેય બેઠક ઉપર જંગી બહુમતીથી કમળને જીતાડવાના કામે લાગી ગયા છે. જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેમજ પ્રગતિના ઉચ્ચતમ સોપાન સર કરે તેવી શુભકામનાઓ તેમને આજે ભાજપ અગ્રણીઓ સર્વે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, વિધાનસભા-૬૯ના ઇન્ચાર્જ નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોશી, ભાજપ અગ્રણી મયુરભાઇ શાહ, દિનેશભાઇ શાહ, કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, રામભાઇ પટેલ, રમેશભાઇ જોટાંગીયા, રાજુભાઇ કુંડલીયા, પી. નલારીયન, જયંતભાઇ ઠાકર, હરીશ ફીચડીયા, ચેતન રાવલ, રાજન ઠકકર સહીતનાએ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવેલ હતી તે વખતના સર્વે કમલેશભાઇને ભાજપ અગ્રણીઓ, શુભેચ્છકો, મિત્રવર્તુળ, કાર્યકર્તાઓ તરફથી મોબાઇલ નંબર ૯૭૧૪૭ ૦૭૧૧૩ ઉપર ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(5:21 pm IST)