Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દબાણ હટાવ ઝુંબેશ...

રેકડી - કેબીનો સહિત ૩૬૪ કિ. શાકભાજી - ઘાસચારો જપ્ત

ન્યુ રાજકોટમાંથી ૧૯ રાજકિય બેનરો - બોર્ડ ઉતારી લેવાયાઃ ઢેબર રોડ, સાંગણવા ચોક, યુનિવર્સિટી રોડ, જયુબેલી શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં જગ્યા રોકાણની ટુકડીઓ ત્રાટકી

રાજકોટ તા. ૪ : શહેરનાં રાજમાર્ગો ઉપરથી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત રેકડી - કેબીનો, પરચૂરણ ચીજવસ્તુઓ તથા શાકભાજી અને ઘાસચારો સહિતના દબાણો હટાવાયા હતા તથા રાજકિય પક્ષોના ગેરકાયદે હોર્ડીંગ બોર્ડ અને બેનરો દુર કરાયા હતા.

આ અંગે કમિશ્નર વિભાગની યાદીમાં જણાવાય મુજબ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ હતી.

જેમાં  બે રેંકડી-કેબીનો ઢેબર રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૪૯ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે બાલભવન પાસે, ઢેબર રોડ, આશાપુરા ચોક તથા સાંગણવા ચોકથી જપ્ત કરવામાં આવી હતી, ૩૨૯ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, આઈ.પી. મિશન સ્કુલ તથા રામાપીર ચોકડી પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, કુલ ૩૫ કી.ગ્રા. લીલા ધાસચારો આજીડેમ અને પારેવડી ચોકથી જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂ/- ૭૨૫૦ વહીવટી ચાર્જ કુવાડવા રોડ, મોરબી રોડ, રેસકોર્ષ, જામનગર રોડ તથા જંકશન માંથી વસુલ કરવામાં આવ્યો હતો, ૧૯ બોર્ડ-બેનરો સાધુવાસવાણી રોડ, યુનિવર્સીટી રોડ તથા કાલાવડ રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

(5:04 pm IST)