Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ખાટલે મોટી ખોટ...: પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેનની જ મતદાન સ્લીપમાં વોર્ડ નંબર ખોટા છાપતુ તંત્ર

રાજકોટ :. વિધાનસભાની ચૂંટણીના આડે હવે ૪ દિવસનું  છેટુ છે ત્યારે કલેકટર તંત્ર દ્વારા મતદારોના ફોટાવાળી 'મતદાર સ્લીપ'નું છેલ્લી ઘડીએ વિતરણ થઈ રહ્યુ છે. તેમા અનેક ગોટાળા ખુલી રહ્યા છે, કેમ કે ભાજપના પૂર્વ કોર્પોરેટર તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન કે જે વોર્ડ નં. ૨ માં આવતા હોબી સેન્ટર પાસે રહે છે. તેઓની મતદાર સ્લીપમાં 'વોર્ડ નં. ૩' છાપી દેવાયુ છે. જે તસ્વીરમાં દર્શાય છે. મુખ્યમંત્રીના મત વિસ્તારમાં આવતા આ વિસ્તારને વોર્ડ નં. ૩ એટલે કે વિધાનસભા-૬૮માં ભેળવી દેવા જેવી આ અક્ષમ્ય બેદરકારી સામે બિપીનભાઈ અઢીયાએ નારાજગી દર્શાવી છે.

(5:54 pm IST)