Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મંગળ-બુધ પ્રિમિયર સ્‍કૂલ્‍સ એકઝીબિશન

દેશભરમાંથી શાળાના પ્રતિનિધિઓ હાજર રહેશેઃ બોર્ડીંગ સ્‍કૂલ અંગે વાલીઓ માહિતી મેળવશે

રાજકોટ,તા.૪ : છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના બાળકોને ઉત્તમ પ્રકારની શાળામાં પ્રવેશ અપાવવાની વાલીઓમાં અવેરનેસ વધી છે અને તેમાં આર્થિક સ્‍થિતિને પણ તેઓ ગણકારતા નથી. સમય બદલવાની સાથે વાલીઓએ સારા અને યોગ્‍ય શિક્ષણ આપતી અને સાથે તેમાં કોઈ ખર્ચની ચિંતા વ્‍યક્‍ત કર્યા વિના બાળકને શિક્ષણ આપવા માગતા વાલીઓમાં હજુ પણ કઈ શાળા સારીએ વિશે મુંઝવણ રહેતી હોય છે. જેનું કારણ આ અંગેની મહત્ત્વની માહિતીનો અભાવ હોય છે.

રાજકોટના વાલીઓ તેમની શાળાની શોધ માટે સ્‍કુલ્‍સ એક્‍ઝિબિશનનું આયોજન તા.૫,૬ (મંગળ-બુધ) ઈમ્‍પિરિયલ પેલેસ, રાજકોટમાં યોજાએલ છે. રાજકોટનાં તમામ વાલીઓ જે આ એક્‍ઝિબિશનની મુલાકાત લેશે તેમને ઘણી મૂંઝવણ દૂર થશે. તેઓ જરૂરી માહિતી એકઠી કરી શકશે અને શાળાઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી શકશે. આ સાથે સ્‍પોટ કાઉન્‍સેલીંગ અને સ્‍પોટ એડમિશન્‍સ ઓફર્સની સુવિધા પણ હશે.

 આઈઆઈપીએસઈનો હેતુ ભારતમાં ગુણવત્તાયુકત સ્‍કુલ એજ્‍યુકેશનની વધતી માંગને પહોંચી વળવાનો છે. અમે ભારતભરની અગ્રણી શાળાઓને એકસાથે લાવ્‍યા છે જેથી શાળાએ જતા બાળકોના વાલીઓ સીધા જ શાળાના પ્રતિનિધિઓ સાથે સંતર્ક કરી શકે અને તેમાં તેઓ નિઃશૂલ્‍ક સલાહસૂચનો મેળવશે અને કરંટ અપટેડ માહિતી, આર્થિક વિકલ્‍પો, સ્‍પોટ એડમિશન ઓફર્સ અને અન્‍ય કોઈ મુદ્દાઓ વિશે આ શોમાં અમદાવાદ, સુરત, વડોદરા, દહેરાદુન, બેંગલોર, પૂણે, વિ.શાળાઓ સામેલ થશે. તસ્‍વીરમાં જયદીપ ત્રિવેદી, રીતેષ જયસ્‍વાલ અને નિર્ભય પોપટ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:52 pm IST)