Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જર્મનીના વેપારીઓ - ઉત્‍પાદકો કાલે રાજકોટમાં: રાજકોટ ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા વાર્તાલાપ

રાજકોટ, તા. ૪ : રાજકોટ ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા આવતીકાલે તા.૫ને મંગળવારે સાંજે ૪ વાગ્‍યાથી ૭ સુધી હોટલ સરોવર પોર્ટીકો (લીમડા ચોક) ખાતે જર્મનના વેપારી - મેન્‍યુફેકચર્સનું એક ડેલીગેશન જર્મન કોન્‍સોલ્‍યુટ જનરલની આગેવાનીમાં રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે વેપારી રીતે તેમની જરૂરીયાત મેળવવા અને વેપારી જોડાણ કરવાના ઉદ્દેશથી વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલ છે.

આ મુલાકાત દરમિયાન જર્મનના એન્‍જીનિયરીંગ માલ સામાન ઉત્‍પાદકોને જરૂરીયાત મુજબના સ્‍પેરપાર્ટ્‌સ તથા કાસ્‍ટીંગ, ફોર્જીંગ, બેરીંગ, સબમર્શીબલ પંપ, ઈલેકટ્રીક મોટર તથા ઓટોમોબાઈલ્‍સને સ્‍પેરપાર્ટ્‌સ વગેરેની જરૂરીયાત હોય, અહીંના ઉત્‍પાદકો તરફથી ગુણવતાયુકત માલ સપ્‍લાય કરી શકે તેવા ઉત્‍પાદકો અંગેની માહિતી મેળવી તેઓની સાથે ‘‘વન ટુ વન'' ચર્ચા વિચારણા પણ કરશે.

આ મીટીંગ રાજકોટના ઉત્‍પાદકોને ખૂબ જ ઉપયોગી બની રહેશે અને યુરોપિયન દેશોમાં પોતાના ઉત્‍પાદન સપ્‍લાય કરવાનો મોકો મળી રહેશે. તેથી સર્વે ઉત્‍પાદક મિત્રોએ લાભ લેવા આમંત્રણ અપાયુ છે. નામ નોંધાવવા તેમજ વધુ વિગતો માટે ફોન - ૦૨૮૧ ૨૪૬૬૨૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ઉપપ્રમુખ રાજીવભાઈ દોશી, હર્ષદભાઈ ખુંટ, ઈશ્વરભાઈ બાંભણીયા, વસંતભાઈ લીંબાસીયા અને અજીતસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(4:51 pm IST)